અમદાવાદ શહેરમાં ગતિ મર્યાદાનાં બોર્ડમાં વિસંગતતા સામે આવી
અમદાવાદ, અમદાવાદ શહેર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. અને વિકસતા અમદાવાદ માટે ટ્રાફિક અને અકસ્માતનો પ્રશ્ન મોટો પડકાર બની ગયો છે. કારણકે અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ પણ સતત વધી રહી છે. જાેકે અકસ્માતોને ઘટાડવા માટે તંત્ર દ્વારા શહેરના હાઈવે પર ગતિ મર્યાદા દર્શાવતા બોર્ડ લગાવી વાહનોની ગતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પરંતુ હવે તંત્રએ લગાવેલા આ બોર્ડ વાહન ચાલકો માટે મુંઝવણ ઉભી કરી રહ્યાં છે. કારણકે એક જ હાઈવે પર થોડા થોડા અંતરે અલગ અલગ ગતિ મર્યાદા દર્શાવતા બોર્ડ જાેવા મળી રહ્યાં છે. શહેરના એસપી રિંગરોડ પર લગાવવામાં આવેલા આ બોર્ડમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, ભારે વાહનો માટે ગતિ મર્યાદા ૪૦ કિમી પ્રતિ કલાક દર્શાવવામાં આવી છે.
જ્યારે ફોરવ્હિલર માટે ૬૦ કિમી પ્રતિ કલાક તેમજ રિક્ષા માટે ૩૦ કિમી પ્રતિ કલાક જ્યારે ટૂવ્હિલર માટે ૪૦ કિમી પ્રતિ કલાક ગતિ મર્યાદા દર્શાવવામાં આવી છે. પરંતુ આ બોર્ડથી થોડે જ દૂર નજર કરતા અહીં ૮૦ કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા દર્શાવતો બોર્ડ લગાવવામાં આવ્યો છે.
આ પ્રકારના બોર્ડ માત્ર આ એક જ સ્થળે નહીં પરંતુ અનેક સ્થળોએ જાેવા મળી રહ્યાં છે.
અને આ બોર્ડને કારણે વાહન ચાલકો પણ ગતિ મર્યાદાને લઈને મૂંઝવણમાં મુકાયા છે. આ પ્રકારે વિસંગતતા ધરાવતા બોર્ડ લગાવીને તંત્ર શું કહેવા માગે છે તે મોટો સવાલ છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે બોર્ડની આ વિસંગતતા દૂર કરશે તે જાેવું રહ્યું.
આ બાબતે વાહન ચાલકે જણાવ્યું હતું કે, સ્પીડ લીમિટ એરિયા વાઈઝ રાખવી જાેઈએ. સીટીની અંદર સ્પીડ ઓછી હોય તો સારૂ રહે જેથી અકસ્માત સર્જાવાનો ભય ઓછો રહે છે. હાઈવે પર ખાલી જગ્યા હોય તો સ્પીડ ૬૦ થી ૭૦ સુધી ચાલી જાય છે.
આનાથી વધારે સ્પીડ લિમીટ ન રાખવી જાેઈએ નહી તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે. સ્પીડ લિમિટી બાબતે અન્ય એક વાહન ચાલકે જણાવ્યું હતું કે, ટ્રાફિકનાં લીધે સ્પીડ લીમિટ રાખેલી છે. ઘણી બાજુ બોર્ડ મારેલ છે. સ્પીડ ૬૦ રાખો. પરંતું લેન વાઈઝ કોઈ ચાલતા નથી. અને સ્પીડ લીમિટનું કોઈ પણ ફોલો નથી કરતું. SS3SS