Western Times News

Gujarati News

ભરૂચમાં ભાજપ દ્વારા બજેટ પર ચર્ચા કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે બજેટ ઉપર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો. ભોલાવ સેવન એક્સ સ્થિત બીડીએમએના હોલમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત બજેટ પે ચર્ચા કાર્યકમમાં વક્તા તરીકે આર્થિક સેલ પ્રદેશ સંયોજક પ્રેરક શાહે પ્રેરક રજૂઆત કરી હતી. કોરોના અને મહામારી બાદના વર્ષોમાં હાલ એશિયા,યુરોપના દેશો અમેરિકા,પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સ્પેન,બ્રિટનમાં અર્થતંત્ર ડામાડોળ થયું છે ત્યાં એક માત્ર ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં વિશ્વને રાહ ચીંધી રહ્યું છે.કોરોના અને ત્યાર બાદના કેન્દ્રના તમામ બજેટ તમામ વર્ગ અને વિભાગોને આવરી લઈ સમતોલ રૂપે દેશના વિકાસમાં પોષક બને તેમ રજૂ કરાયા છે. હાલમાં પણ રજૂ થયેલા બજેટમાં કેન્દ્રની ભાજપ સરકારે તમામ જનજન અને વર્ગની દરકાર લીધી છે.

ગુજરાત રાજ્યનું આગામી બજેટ પણ કેન્દ્રના બજેટ સાથે ડબલ એન્જીનની સરકારમાં ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારનાર સાબિત થશે તેવો મત પ્રદેશ સંયોજક સાથે ભરૂચ જિલ્લા વેપાર સેલના મહેશ પટેલે વ્યક્ત કર્યો હતો.વિશ્વમાં આજે ભારત જ એવો દેશ છે જ્યાં મોંઘવારીના દર કરતા વિકાસ દર વધુ છે.જેને લઈ વિશ્વ માટે ભારત એક આશાનું કિરણ બની ઉભરી રહ્યો છે અને વિશ્વના દેશોનો ગ્રોથ આજે ભારત પર રહેલો છે તે ગર્વની બાબત છે.

બજેટ પર ચર્ચા કાર્યકમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ બજેટને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.કાર્યકમમાં જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ,જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો,વિવિધ સેલના પ્રમુખો, કાર્યકરો અને અગ્ર ગણ્ય નાગરિકો સાથે વેપારીઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.