ગર્ભપરીક્ષણની PNDT એક્ટ હેઠળ કડક નિયમોનું પાલન થાય તેના પર પણ ચર્ચા યોજાઈ
અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.શૈલેષ પરમારની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાની પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પીએનડીટી એક્ટ હેઠળ થતાં રજિસ્ટ્રેશન રિન્યુઅલ, નવી મશીનરી ખરીદ, વેચાણ, તેમજ અન્ય જનજાગૃતિ કાર્યક્રમ કરવા, સોનોગ્રાફી યુનિટોની જાતિ પરીક્ષણ બાબતમાં મુલાકાત લઇ તપાસ કરવા અને સંગ્રહ કરવામાં આવેલ ડેટાની સરકારી નિયમ પ્રમાણે તપાસ કરવી, જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગર્ભમાં જાતિપરીક્ષણ જેવા ખૂબ જ સંવેદનશીલ વિષયને ધ્યાને લઈને ગર્ભપરીક્ષણ જેવી ઘટનાઓ માટે પીએનડીટી એક્ટ હેઠળ નોંધ લેવામાં આવે અને કડક નિયમોનું પાલન થાય તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં થતાં ગર્ભમાં જાતિપરીક્ષણની ગેર-કાયદેસરતાની જાગૃતિ ફેલાવવા અને સ્ત્રી જન્મદરને પ્રોત્સાહન આપવા ‘બેટી બચાઓ, ‘ અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું જરૂરી બન્યું છે.
આ બેઠકમાં પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરમેનશ્રી તેમજ કમિટીના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.