ડિસ્ટ્રિક્ટ બેંકના કર્મચારીએ વાઉચર કે ચેક વગર નાણાં ઉપાડી લીધા
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના અડાદરા શાખાના કર્મચારી સામે ઉચાપતની ફરિયાદ
(પ્રતિનિધિ) ગોધરા, વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ની અડાદરા શાખામાં જુનિયર કલાર્ક તરીકે કામ કરતા અનિલભાઈ બળવંતભાઈ બારીયા રે. ન્યુ પંચવટી સોસાયટી ITI પાસે દાહોદ ગોધરા નાઓએ તા ૧૩/૧૨/૨૦૨૨ થી તા ૧૫/૦૫/૨૦૨૩ ના સમય ગાળામા
પોતાની ફરજ દરમિયાન અજમલ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક ની અન્ય શાખાના ખાતેદારોના ખાતામાંથી જુદી જુદી તારીખો માં ટુકડે ટુકડે રકમ ઉપાડી લઈ પોતાના ખાતામાં જમા કરી દેતા આવી ઉપાડેલી રકમનો સરવાળો કરતા કુલ રૂ ૬૨,૦૦૦/ ની રકમ કોઇપણ જાતના વાઉચર કે ચેક વગર ઉપાડી હોવાનુ બહાર આવેલ
ઉલ્લેખનિય છે કે અડાદરા શાખામાંથી જાંબુઘોડા શાખામાં ટ્રાન્સફર થઈ આ કર્મચારીએ જાંબુઘોડા શાખામાં કેશિયર તરીકેની ફરજ દરમ્યાન પણ આવુ કૃત્ય ચાલુ રાખેલ જય અંબે જાંબુઘોડા ના બ્રાન્ચ મેનેજર દ્વારા બ્રાન્ચમાં જાણ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યો હતો
બેંકની હેડ ઓફિસ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ મેનેજર બાલમુકુંદભાઈ શાહ દ્વારા અનિલભાઈ ના ખાતા ની સંપૂર્ણ તપાસ કરતા અનિલભાઈ ના ખાતાની અનઅધિકૃત લેવડદેવડ ની વિગતો બહાર આવી હતી.
કર્મચારી અનિલભાઈએ પોતાની ભૂલનો સ્વીકાર કરી વ્યાજ સહિત રૂ ૧,૦૦,૦૦૦/ બેંકની હેડ ઓફિસ ખાતે તા ૨૪/૦૭/૨૩ ના રોજ જમા કરાવેલ.
બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કર્મચારી ઉપર ફરિયાદ કરવા માટેનો ઠરાવ કરતા અડાદરા ખાતે બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ ઓઝા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.