Western Times News

Gujarati News

છૂટાછેડા લીધેલી નોકરીયાત મહિલાને બાળક દત્તક લેતાં અટકાવી ના શકાય

નોકરીયાત હોવાના લીધે બાળકનું પુરતું ધ્યાન નહી રાખી શકે તેમ કહેવું મધ્યયુગીન માનસિકતાઃ બોમ્બે હાઈકોર્ટ

(એજન્સી)મુંબઈ, છૂટાછેડાં લીધેલી મહીલા નોકરીયાત હોવાથીતે બાળકનું સારીરીતે ધ્યાન નહી રાખી શકે તેવા કારણોને આધારે તેને બાળક દત્તક લેતા અટકાવી શકાય નહી આમ કહેવું કે મધ્યયુગીન માનસીકતા છતી કરે છે. તેમ બોમ્બે હાઈકોર્ટે એક કેસના ચુકાદામાં જણાવ્યું હતું. A divorced working woman cannot be prevented from adopting a child

ઉપરોકત નિરીક્ષણ સાથે કોર્ટે તેના ચુકાદામાં ૪૭ વર્ષીય મહીલાને તેની ચાર વર્ષની ભત્રીજીને દત્તક લેવાની મંજુરી આપી હતી. જસ્ટીસ ગૌરી ગોડસેની સીગલ જજની બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે સિગલ પેરેન્ટ નોકરીયાત હોય તે જરૂરી છે. નોકરી કે વ્યવસાય કરતા હોવાના એક માત્ર કારણને આધારે સીગલ પેરેન્ટને દતક માતા કે પિતા તરીકે અયોગ્ય ના ઠેરવી શકાય તેમ બેન્ચે જણાવ્યું હતું.

શબનમજહાન અંસારી નામની શિક્ષીકાની ભુસાવળ મહારાષ્ટ્ર ની દીવાની કોર્ટના ચુકાદાને પડકારતી અરજીના ચુકાદામાં હાઈકોર્ટે મહિલાને તેની બહેનની દીકરી દત્તક લેવાની મંજુરી આપી હતી. દીવાની કોર્ટે માર્ચે ર૦રરમાં બાળક દત્તક લેવાનીઅરજી ફગાવતા ચુકાદામાં જણાવ્યું હતું કે અંસારી એક નોકરીયાત મહીલા હોવા ઉપરાંત તેમણે છૂટાછેડાં લીધેલાં છે.

આથી તે બાળકની સારસંભાળ પ્રત્યે પુરતું ધ્યાન નહી આપી શકે. આથી બાળક તેના જૈવીક માબાપ સાથે રહે તે બાળકના હિતમાં છે. મહીલાઓ હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારતી અરજીમાં જણાવ્યું હતું કે દીવાને કોર્ટનો ચુકાદો અનુસુચીત અને અન્યાયી છે.

હાઈકોર્ટે નોધ્યું હતું કે દીવાની કોર્ટ દ્વારા બાળકીની જૈવીક માતા કે જે એક ઘરકામ કરતીી ગૃહિણી છે. અને દત્તક લેવા ઈચ્છતી મહીલા કે જે નોકરીયાત છે તે બંને વચ્ચેકરેલી સરખામણી મધ્યયુગીન માનસીકતા છતી કરે છે. બેન્ચે જણાવ્યું હતું કે, જયારે કાયદામાં સીગલ પેરેન્ટને દત્તક માબાપ તરીકે માન્યતા અપાઈ છે.

ત્યારે દીવાની અદાલતને અભિગમ કાયદાના મુળભુત હેતુને નષ્ટ કરનારો છે.હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે સીગલ પેરેન્ટ નોકરી કે વ્યવસાય કરતા હોય તે જરૂરી છે. આમ કોઈપણ રીતે સિગલ પેરેન્ટ તે માત્ર નોકરી કે વ્યવસાય કરતા હોવાને કારણે દત્તક માબાપ બનવા માટે અયોગ્ય છે તેવું વિચારી ના શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.