સુરતના ડોક્ટરને આઈપીઓમાં રોકાણ કરાવી ૨૨ લાખની કરી છેતરપિંડી
નવી દિલ્હી, સોશિયલ મીડિયાના શેર માર્કેટ ગ્રુપથી સાવધાન, સુરતના ડોક્ટરને આઈપીઓમાં રોકાણ કરાવી ૨૨ લાખની કરી છેતરપિંડીસુરતના સિટીલાઈટ ખાતે રહેતા કામરેજ ટોરેન્ટ પાવરમાં મેડિકલ ડોકટરને શેર માર્કેટમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હતી.
ત્યારબાદ ભેજાબાજ ટોળકીએ અલગ અલગ શેર અને આઈપીઓમાં રોકાણ કરાવી કુલ ૨૧.૯૪ લાખની છેતરપિંડી કરી હતી.સિટીલાઈટ તેરાપંથ ભવન પાસે મેઘસરમન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ ભંવરલાલ પોખરના કામરેજ ટોરેન્ટ પાવરમાં મેડિકલ ડોકટર તરીકે નોકરી કરે છે.
૧૮ મેના રોજ અજાણ્યાએ તેના શેર માર્કેટના લાગતા ગ્રુપમાં એડ કર્યો હતો. ત્યાર બાદ ટોળકીએ એપ્લિકેશન ડાઉન લોડ કરાવી હતી.ટોળકીના સભ્યોના કહેવા મુજબ તેઓએ ૧૮ મેથી ૧૬ જુલાઈ સુધીમાં તેમના કહેવા મુજબ અલગ અલગ શેર અને આઈપીઓમાં રોકાણ કરવા માટે તેમના આપેલા અલગ અલગ બેંકના ખાતામાં કુલ રૂપિયા ૨૨,૪૪,૮૫૨નું ટ્રાન્સફર કર્યા હતા.
તથા તેમના કહેવા મુજબ ટ્રેડિંગ તથા આઈપીઓમાં ઈન્વેસ્ટ કરતા તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સાથે રકમ બતાવી હતી. ટોળકીએ પ્રકાશભાઈએ ૫૦ હજાર વિડ્રો કરવા દીધા હતા. જ્યારે બાકીના રૂપિયા ૨૧,૯૪,૮૫૨ વિડ્રો કરવા નહીં દઈ છેતરપિંડી કરી હતી.SS1MS