3 માસની બાળકી સહિત 6 લોકો પર કૂતરાએ હુમલો કર્યો
(પ્રતિનિધિ)ગોધરા, મોરવા હડફ તાલુકાના મેખર ગામે રખડતા શ્વાન નો આંતક જાેવા મળ્યો ૩ માસની બાળકી સહિત પાંચ લોકો પર શ્વાને હૂમલો કર્યો હતો.
ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાન નો આંતક જાેવા મળ્યો રખડતા શ્વાને સાત લોકો પર હુમલો કરી ઇજા પહોંચાડી ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મોરવા હડફ તાલુકાના ના મેખર ગામે ઘર આંગણે રમી રહેલ ત્રણ વર્ષની બાળકી ને રખડતાં શ્વાને નિશાન બનાવી હુમલો કર્યો હતો બાળકી એ બૂમરાણ મચાવતા તેની માતા દોડી આવી હતી ત્યારે શ્વાને બાળકી ની માતા ને પણ હાથના ભાગે બચકા ભરી ઈજા પહોચાડી શ્વાન નાં હુમલામાં બાળકીનાં પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી
ત્યારે ગામનાં અન્ય લોકોને પણ શ્વાને બચકાં ભરતા ઈજા પહોંચી હતી ગોધરા શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં એક મહિલા અને બાળકને શ્વાને બચકા ભર્યા હતા શ્વાન ના હુમલામાં ઇજા પામેલ તમામ લોકોને ૧૦૮ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા આં તરફ એક સાથે પાંચ લોકોને શ્વાને કરડતા મેખર ગામમાં ભય નો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.