માલિકનાં મૃત્યુ બાદ ચાર મહિનાથી શબગૃહ બહાર રાહ જાેતો શ્વાન
કેરળના કન્નુરમાં આવેલી હોસ્પિટલ બહાર શ્વાનને આજે પણ માલિક પરત ફરવાની આશા
શ્વાસનની વફાદારીના હજારો કિસ્સા પ્રખ્યાત છે. જાપાનમાં હચિકો નામનો શ્વાન પાપેતાતના માલિકની નવ વર્ષ સુધી રાહ જાેતાં રહ્યો હતો. રાહમાં જ તેનું જીવન વિતી ગયું હતુું અને એક દિવસ શ્વાસ છોડી દીધા હતા. બાદમાં હતિકોની પ્રતિમા લગાડવામાં આવી હતી.
આવો જ એક બનાવ કેરળના કોઝિકોડમાં સામે આવ્યો છે જેમાં એક શ્વાન છેલ્લા ઘણા દિવસોથી કન્નુરની હોસ્પિટલમાં શબગૃહ બહાર રાહ જાેઈ રહ્યો છે. તેની રાહતને ચાર મહિના વિતી ચૂક્યા છે. જાે કે લોકોને ખ્યાલ નથી કે તેનો મિત્ર કોણ હતો જે મૃત્યુ પામ્યો છે અને શ્વાન હજી પણ રાહ જાેઈ રહ્યો છે.
હોસ્પિટલ પ્રશાસનના કહેવા પ્રમાણે શ્વાસનના માલિક અંગે કોઈ જાણકારી નથી. જાે કે અંદાજ લગાડી શકાય તેમ છે કે તેનો માલિક હોસ્પિટલમાં મૃત્યુ પામેલા કોઈ દર્દીમાંથી જ એક છે. શ્વાને મૃતદેહને શબગૃહમાં લઈ જતા જાેયો હશે. સૌથી પહેલાં હોસ્પિટલના અટેન્ડેન્ટ રાજેશ કુમારનું શ્વાસન ઉપર ધ્યાન પડ્યું હતું. ચાર મહિનાથી તે શબગૃહની બહાર બનેલા રેમ્પ ઉપર સૂતેલો રહે છે. રાજેશે કહ્યું હતું કે પહેલાં તો તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
જાે કે આસપાસના લોકોને પૂછવામાં આવતા જાણવા મળ્યું હતુું કે, એક દર્દી સાથે જ શ્વાન આવ્યો હતો. જાે કે વ્યક્તિ કોણ હતી તે અંગે કોઈ જાણકારી મળી નથી. શરૂઆતતની દિવસોમાં તેણે ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. જાે કે બાદમાં ધીરે ધીરે બિસ્કીટ ખાવા લાગ્યું હતું.
રાજેશે કહ્યું હતું કે, શ્વાન રેમ્પ ઉપર જ રહે છે. જ્યાંથી મૃતદેહોને શબગૃહમાં લઈ જવામાં આવે છે. મૃતદેહોને બીજા ગેટમાંથી તબહાર લઈ જવામાં આવે છે. તેવામાં જે દર્દી સાથે શ્વાન હતો તેને બીજા ગેટથી બહાર લઈ જવામાં આવ્યો હશે અને શ્વાનને હજી પણ પોતાના માલિકની રાહ છે. શ્વાસન ઘણી વખત ફિઝિયોથતેરાપીની બિલ્ડીંગ પાસે જાય છે અને પરત આવે છે. તે બીજા શ્વાનો સાથે તપણ હળીમળી શકતો નથી.