NIA જેવી એજન્સીમાં સૌપ્રથમ ગુજરાતના DySP અધિકારી ફરજ બજાવશે
ગુજરાત પોલીસ માટે ગૌરવની બાબતઃ ડીવાયએસપીનું એનઆઈએમાં સિલેકશન
(એજન્સી)અમદાવાદ, સપનાં તેમના જ પુરા થતા હોય છે જેઓ રાત-દિવસ મહેનત કરીને સપનાં જાેતા હોય છે. તેમાંયય પોલીસ વિભાગની વાત કરીએ તો કેટલાય અધિકારીઓને પોલીસ ખાતામાં સેવા આપ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની એજન્સીમાં કામ કરવાનું સપનું સેવતા હોય છે.
પરંતુ તેને સાકાર કરવા માટે થઈને કેટલી અથાગ મહેનત કરવી પડતી હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત પોલીસ વિભાગના ડીવાયએસપી પુરુ પાડયું છે. હાલ એક મોટા શહેરમાં ફરજ બજાવી રહેલા એક ડીવાયએસપીએ રાષ્ટ્રીય કક્ષાની એજન્સી-એનઆઈએમાં પોતાની મહેનત અને કામગીરીના દમ પર પોસ્ટીગ મેળવ્યું છે.
નેશનલ લેવલની આ એજન્સીમાં જવા માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં નિપુણ અધિકારીઓને તેમની મહેનત અને પોલીસ ખાતામાં કરેલી કામગીરીના આધારે તેમનું એનઆઈએમાં સીલેકશન થયું છે.
ગુજરાત પોલીસ વિભાગ માટે આ ગૌરવને બાબત છે.
ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જાેડાયા બાદ ધીમે ધીમે પોતાની કામગીરી અને આગવી શૈલીથી આગળ વધી ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોચવા અધિકારી આગામી દિવસોમાં બ્લેક કોટી ટોપી અને ચશ્મા પહેરીને દેશના મોટા મોટા કેસોની તપાસ કરતા જાેવા મળશે.
ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારતમાં કોઈપણ ખુણે જાે કોઈ મોટો બનાવ બનશે તો તેની તપાસમાં આ ડીવાયએસપીને જવાનું થાય તો કોઈ નવાઈ નહી.હાલ પોલીસ વિભાગમાં એક ખુશીની લાગણી જાેવા મળી રહી છે. કારણ કે, પીએસઆઈની ડીવાયએસપી સુધીની સફર ખેડી ચુકેલા એક અધિકારીીનુું એનઆઈએમાં સીલેકશન થયું છે.
અને આગામી સમયમાં તેઓને પોસ્ટીગ અપાશે રાજય સરકાર દ્વારા તેમને છુટા કર્યા બાદ તેઓ એનઆઈ એજન્સીમાં એડી. એસપીના હોદા સાથે જાેડાઈ જશે. આ ડીવાયએસપીના હોદા સાથે જાેડાઈ જશે. રાજયના અનેક ચર્ચાસ્પદ કિસ્સાઓના ફ્રન્ટલાઈન પર તો કયારેક પડદા પાછળ રહીને આરોપીઓ સુધી પહોોચી ગુનાઓના ભેદ ઉકેલ્યા છે.
આખરે તેઓની આ જ કામગીરી અને નિપુણતાના આધારે તેમનું એનઆઈએમાં સિલેકશન થતાં આગામી સમયમાં તેઓ નેશનલ લેવલની તપાસની કામગીરી સાથે જાેવા મળશે.