ખેડામાં છેલ્લા 6 માસમાં નકલી હળદર, મરચું, ઘી, ઈનો અને આયુર્વેદિક સિરપ બનાવવાની ફેકટરી પકડાઈ
ખેડા જિલ્લો નકલી વસ્તુ બનાવવાનું હબ બની ગયું છે
નડિયાદ, ખેડા જિલ્લામાં એક પછી એક નકલી ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતી ફેકટરીઓ પકડાઈ રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની બેદરકારી અને હપ્તાના કારણે ખેડા જિલ્લો નકલી ખાદ્ય ચીજવસ્તુ બનાવવા માટેનું હબ બની ગયું છે.
છેલ્લા છ માસમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતી પાંચ ફેકટરીઓ પકડાઈ છે. જેમાં નકલી હળદર, મરચું, નકલી ઘી, ઈનો તેમજ નકલી આયુવેદિક સિરપની ફેકટરીનો સમાવેશ થાય છે. તાજેતરમાં નકલી સિરપને લઈને નડિયાદના બિલોદરામાં લઠ્ઠાકાંડ થતાં છ વ્યક્તિના મૃત્યુ થતાં જિલ્લા સહિત રાજયમાં ખળભળાટ મચી ગયો હતો.
નડિયાદના કમળા રોડ પર ગત એપ્રિલમાં નકલી હળદર બનાવવાની ફેકટરી પકડાઈ હતી. આ ફેકટરીમાં કણકી, કેમીકલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને હળદર બનાવવામાં આવી હતી. જેમાં ફેકટરીના માલિક બે ઈસમો સામે ફરિયાદ થઈ હતી તેમજ ફેકટરીમાં નકલી હળદર સહિત અન્ય માલ સીઝ કરાયો હતો અને નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર સિલોડ સીમમાં નકલી મરચું સહિત મસાલા બનાવતી ફેકટરી પકડાઈ હતી જેમાં માલિક સામે ફરિયાદ થઈ હતી
ગત ઓકટોબરમાં માતર જીઆઈડીસીમાં નકલી ઈનો બનાવતી ફેકટરી ઝડપાઈ હતી જેમાં ઈનો બનાવવાની સામગ્રી સહિત બનાવેલ નકલી ઈનોના પાઉચનો જથ્થો મળ્યો હતો. નકલી ઈનો બનાવનાર બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. ગત નવેમ્બરમાં મહેમદાવાદ રોડ વરસોલા પાસેથી નકલી ઘીની ફેકટરી પકડાઈ હતી. નકલી લઠ્ઠાવાળી સિરપના કારણે બિલોદરાના ત્રણ યુવક, મહેમદાવાદ તાલુકાના વડદલા
અને સોજાલીના એક-એક યુવક અને મહુધા તાલુકાના બગડુ ગામના એક યુવકે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેÂસ્ટગેશન ટીમ (સીટ)ની રચના કરાઈ હતી. જેમાં યોગેશ સિંધી, કિશોર સોઢા, ઈશ્વર સોઢા, નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વિરૂદ્ધ માનવ વધનો ગુનો નડિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાયો હતો જે પૈકી ત્રણને ૧૧ ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે.