Western Times News

Gujarati News

પિગી બેંક તોડીને શાહરૂખ ખાનને મળવા નિકળ્યો ફેન

ભોપાલ, ભલે ફિલ્મોની અસર સમગ્ર સમાજ પર પડતી હોય છે, પરંતુ તેની સૌથી વધુ અસર બાળકો પર પડે છે. બાળકોમાં સમજણના અભાવને કારણે તેઓ ફિલ્મોના પાત્રો જેવા બનવા માંગે છે અને સમાન કૃત્યો કરવા માંગે છે. જો માતા-પિતા આવું કરવાની ના પાડે તો બાળકો તેમને પોતાના દુશ્મન માને છે.

તાજેતરમાં આવી એક ઘટના ૧૧ વર્ષની સગીર સાથે સંબંધિત છે. જે શાહરૂખ ખાનને મળવા ઉત્તર પ્રદેશથી મુંબઈ જવા નીકળ્યો હતો. પરંતુ રેલ્વે પોલીસે ભોપાલના સંત હિરદારામ નગર રેલ્વે સ્ટેશન પર રેસ્ક્યૂ કર્યાે હતો અને તેના માતા-પિતા સુધી પહોંચાડ્યો હતો.

સગીર શાહરૂખ ખાનને ફરિયાદ કરવા માંગતો હતોઃ સંત હિરદારામ નગર રેલવે પોલીસ ફોર્સના અધિકારીઓએ જણાવ્યું કે, બાળક ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તે રેલવે સ્ટેશન પર શંકાસ્પદ સંજોગોમાં ટિકિટ વગર મુસાફરી કરતી વખતે પકડાયો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ક્યાં જાય છે તો તેણે કહ્યું કે તેને મુંબઈ જવું છે.

રેલવે પોલીસે કહ્યું કે, બાળકને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ફિલ્મોથી ઘણો પ્રભાવિત છે. આવી સ્થિતિમાં, તેને રેલ્વે સ્ટેશન પર જ બચાવી લેવામાં આવ્યો અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકે જણાવ્યું કે, તેના પિતા દ્વારા માર મારવાથી તે ગુસ્સામાં હતો.

તેથી તે શાહરૂખ ખાનને મળવા મુંબઈ જઈ રહ્યો હતો. બાળકે કહ્યું કે, તેણે મુંબઈ જઈને તેના પિતા વિશે શાહરૂખ ખાનને ફરિયાદ કરવી પડશે.ટ્ઠસગીર બાળકે જણાવ્યું કે, સપ્ટેમ્બર ૨૦૨૩માં તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ જોઈ હતી. તેમાં સ્ટંટ જોઈને બાળક શાહરૂખ ખાનનો દીવાના થઈ ગયો હતો.

ત્યારથી તેણે શાહરૂખ ખાનની ૪૦ થી વધુ ફિલ્મો જોઈ છે. સાથે જ જવાનનો સ્ટંટ જોયા બાદ તેણે પણ તે જ કરવાનો પ્રયાસ શરૂ કર્યાે હતો. જેના કારણે તેને ઘણી વખત ઈજા થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.