Western Times News

Gujarati News

ખેડૂતની પત્નીની સતર્કતાથી કરોડપતિ થવા નીકળેલ ખેડૂત લૂંટાતો બચ્યો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લામાં કારમાં રહેલી ઠગ ટોળકી સરનામું પૂછવાને બહાને લોકોને અટકાવી કારમાં નાગા સાધુ કે પછી મહાત્મા બેઠા છે તો દર્શન કરી લો કહી અનેક વાર ઠગી હોવાની ઘટના બની છે મેઘરજના ઇસરી નજીક બીટી છાપરાના ખેડૂતને કારમાં રહેલી ઠગ ટોળકીએ સરનામું પૂછવાના બહાને ઉભા રાખી પાછળ મહાત્મા બેઠા છે

દર્શન કરી લો કહી ખેડૂતને વાતોમાં લપેટી ૫ હજાર ખંખેરી લઇ કરોડપતિ બનાવવાના સ્વપ્ન બતાવી ઘરે રહેલ રૂપિયા લૂંટવા જતા ખેડૂતની પત્નીની સતર્કતાથી ખેડૂત પાયમાલ થતા બચ્યો હતો ખેડૂત પરિવારે પોલીસને જાણ કરતા કારમાં રહેલી ઠગ ટોળકીએ કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા ગાંઠિયાઓની કાર પલ્ટી જતા મહાત્મા બનેલ ઠગ ઝડપાઇ ગયો હતો

અન્ય એક ઠગ ફરાર થઇ જતા ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મેઘરજ બિટીંછાપરાના વૃદ્ધ ખેડૂત રામસિંહ નાહરસિંહ બિહોલા તેમના પૌત્રને શાળાએ બાઈક લઇ લેવા નીકળ્યા હતા ત્યારે રોડ પર સફેદ કારમાં રહેલા ગઠિયાએ ખેડૂતને સરનામું પૂછવાના બહાને ઉભા રાખ્યા હતા

વૃદ્ધે સરનામું બતાવતા ઠગે પાછળ મોટા માહાત્મા બેઠા હોવાનું કહી દર્શન કરી લેવા કહેતા ખેડૂતે દર્શન કરી ૫૦ ની નોટ દક્ષિણા આપતા પાછળ બેઠેલા ઠગે નોટ પર ફૂંક મારી પરત ખેડૂતને આપતા ખેડૂત બેશુદ્ધ હાલત બની ગઠિયાઓની વાતોમાં આવી તેની પાસે રહેતા ૫ હજાર રૂપિયા કરોડપતિ બનાવવાના સ્વપ્ન બતાવી પડાવી લીધા પછી તેના ઘરે રહેલા રૂપિયાને ફૂંક મારી આપું કહી ખેડૂત સાથે ઘર નજીક કાર લઇ પહોંચ્યા હતા

રામસિંહ બિહોલાએ તેમની પત્નીને ઘરમાં ઘઉં વેચાણ કરી મળેલા રૂપિયા આપવાનું જણાવતા પત્નીએ પૂછતાં કારમાં બેઠેલા મહાત્મા ઠગ પાસે ફૂંક મરાવી દઉં તો આપણે કરોડપતિ બની જઈશું જણાવતા ખેડૂતના પત્ની ચોંકી ઉઠ્‌યા હતા

પરિવારના એક મહિલાને ઠગ ટોળકી હોવાનો અંદાજ આવી જતા ઇસરી પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ બીટી છાપરા પહોંચતા ઠગ ટોળકીને અંદાજ આવી જતા કાર હંકારી મુકતા કાર નજીક પલ્ટી જતા કારમાં રહેલા બંને ઠગ ખેતરમાં ભાગતા પોલીસે નકલી મહાત્મા બનેલા દહેગામના ગણેશપુરાનો નરશીનાથ ઉર્ફે નરેશનાથ ઉર્ફે આંચીઓ રાજુનાથ ભાટી મદારીને પોલીસે દબોચી લઇ ફરાર કાર ચાલક ગઠીયા સાબરકાંઠા વિજયનગરના નસીબ જાડાનાથ સારસરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.