તલવાર અને ધારિયા વડે ત્રણ મિત્રો ઉપર જીવલેણ હુમલો
વડોદરા, છાણી વિસ્તારની શ્રીજી સોસાયટીમાં રહેતો તન્મય રવિ કાંત જાદવ અભ્યાસ કરે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે રાહુલ નિરંજનભાઈ પાટીલ (રહેવાસી રામેશ્વર ચાલ નવાયાર્ડ) તથા ગણેશ શંકરભાઈ વસાવા (રહેવાસી આવાસ યોજના સમા ) મારા નાનપણના મિત્રો છે
ગઈકાલે બપોરે ૧ઃ૦૦ સમા કેનાલ પાસે મારા મિત્ર રાહુલ ભરવાડને મળવા માટે ઊભો હતો ત્યારે સચિન શ્રીમાળીએ મને ફોન કરીને કહ્યું હતું કે ગણેશ વસાવા સાથે તમારે જે પણ ગરસમજ છે તે બાબતે સમાધાન કરી લો. તે બાબતે વાતચીત કરવા માટે ચાર વાગ્યે હું તથા મારો મિત્ર સન્નીસિંગ તથા જીગર રાજપૂત બાઈક તથા મોપેડ લઈને ગણેશ વસાવા ને નવા યાર્ડ ખાતે મળવા ગયા હતા.
મેં ગણેશ વસાવા ને પૂછ્યું હતું કે શું કામ મને ગાળો આપો છો મારી વાત સાંભળીને ગણેશ વસાવા તથા રાહુલ નિરંજન પાટીલ અને અશોક મણીલાલ માયાવંશી તથા હિરેન સોલંકી (રહેવાસી અમરનગર નવા યાર્ડ ) એકદમ ઉશ્કેરાઈ ગયા હતા મને ગાળો બોલ્યા હતા.
ગણેશ વસાવાએ તલવાર વડે મારા પર હુમલો કરતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. ગણેશે તલવારથી મને જમણા પગના પંજા તથા નડા પાસે જ પહોંચાડી હતી તેમજ અશોક ધારિયા વડે મને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.
મારી સાથે આવેલા સની સિંહ ને રાહુલ પાટીલે હથોડી વડે માથામાં ઇજા પહોંચાડી હતી તેમજ ગણેશ પસાવાએ તલવારથી હુમલો કર્યો હતો તેમજ જીગર રાજપુત પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. તે દરમિયાન હોબાળો થતા હુમલાખોરો ભાગી ગયા હતા અમને ત્રણેયને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પીસીબી પોલીસે રાજપીપળા ના નાંદોદ ખાતેથી ત્રણેય હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા.