પુત્રની લાલસામાં પિતાએ પાંચ મહિનાની બાળકીની હત્યા કરી
(એજન્સી)અમદાવાદ, આજના આધુનિક જમાનામાં પણ લોકોનો પુત્ર છુટતો નથી, આજે દિકરીએ આકાશને આંબે રહી છે. દિકરો-દિકરી એકસમાનની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બધાની વચ્ચે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રની લાલસામાં પાંચ મહિનાની બાળકીની હત્યા કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે.
શહેરના ગોમતીપુરમાં રહેતા અંસાર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. પુત્રની જગ્યાએ પુત્રી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો. તેને ધંધા પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું તથા પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. અંસારને મગજની દવા પણ ચાલુ હતી.
રાતે પત્નીને પેટમાં દુખતા અંસાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ હતી. બાળકી આ દરમિયાન રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ચૂપ ના થતાં તે બાળકીને લઈને રિક્ષા પાસે ગયો હતો. રિક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યા છતાં બાળકી ચૂપ ના થતાં અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું, જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી.