ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
(માહિતી બ્યુરો)પાલનપુર, ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલમાં જાેગજી ચેલાજી ઠાકોર સાયન્સ વિભાગના છેલ્લા પાંચ વર્ષના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રીકિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને યોજાયો હતો.
જેમાં અગ્રણીગુમાનસિંહ ચૌહાણ અને નંદાજી ઠાકોર, સોળગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખરમેશભાઈ પટેલ, દાતાસંજયજી ઠાકોર, પેથાણી વિદ્યાસંકુલના પ્રમુખ- મંત્રી કારોબારી સભ્યો શાળા પરિવાર આને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે દાતા સંજયજી ઠાકોર દ્વારા સાયન્સ વિભાગના નામકરણના અંદાજિત રૂપિયા ૩૦ લાખનું દાન આપેલ જેમાં જરૂર પડે ફરીથી પણ દાન આપવાની જાહેરાત કરી હતી.