સરીગામની એક શાળામાં અભિવાદન કાર્યક્રમની ઉત્સાહ પૂર્વક ઉજવણી
(પ્રતિનિધિ)સરીગામ, લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા,સરીગામમાં અભિવાદન કાર્યક્રમ નિમિત્તે અમારા આમંત્રણને માન આપી મુખ્ય અતિથિ ડૉ.કિશોરભાઈ નાડકરણી – વાપીથી આવેલ હતા.ધ્વનિ ઑડિટોરીયમમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત થઈ ત્યાર બાદ નૃત્ય કલાના કાર્યક્રમ યોજાયો હતો. અમારી શાળાના ઉપઆચાર્ય અસીમ રોયે ઉપસ્થીત મહેમાનો અને વાલીઓનું સ્વાગત કરી બધા જ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી . તેમણે વિદ્યાર્થીઓને સાચી સિદ્ધિ કોને કહેવાય તે જણાવ્યું હતું.
અમે શાળામાં, વલસાડ જિલ્લાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર અમારા મહેનતુ વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. સન્માનનો હેતુ કોઈપણ વ્યક્તિ, લોકોના જૂથ અથવા સમગ્ર સંસ્થાની મુખ્ય સિદ્ધિઓને ઓળખવાનો અને પુરસ્કાર આપવાનો છે.વિદ્યાર્થીઓની સિદ્ધિ તેમના માતા- પિતા અને શાળા માટે સન્માનની વાત છે. સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન અમારી શાળાનાં નાના-નાના ભૂલકાઓ દ્રારા કરવામાં આવ્યું હતું.
અમારી શાળાનાં આચાર્ય પ્રવિણ પવાર સાહેબે કાર્યક્રમનાં અંતે મહેમાનો,બાળકો અને વાલીઓને અભિવાદન કરી કાર્યક્રમનું સુંદર સંચાલન બદલ વિદ્યાર્થીઓ, શિક્ષકોને અભિનંદન આપ્યા. એમબીએ ડાયરેક્ટર ગંગાધર હુબર,ગ્લોબલ સ્કૂલના આચાર્ય જાેય સરદાર, , કે.જી. આચાર્ય રુનામેડમ અને મેનેજમેન્ટ કો-ઓર્ડીનેટર આર.એન.ગોહિલ સાહેબે હાજરી આપી કાર્યક્રમની ગરિમા વધારી હતી.