૧૦૦ કરોડમાં બનેલી ફિલ્મે કમાવ્યાં માત્ર ૧૦ કરોડ
મુંબઈ, સાઉથ સિનેમા પણ બોલીવુડની જેમ હવે મોટા બજેટમાં ફિલ્મ બનાવી રહ્યું છે પણ દર્શકો તરફથી તમામ મોટી ફિલ્મોને એટલો પ્રેમ નથી મળી રહ્યો. હવે એ સમય જતો રહ્યો કે જ્યારે માત્ર અભિનેતાનાં નામથી લોકો ફિલ્મ જાેવા માટે થિયેટર્સમાં પહોંચી જતાં હતાં. કોઈ ફિલ્મની ઓપનિંગ ભલે એડવાંસ બુકિંગ દ્વારા થતી હોય પણ પાછળથી તેના કલેક્શન, કંટેટ કે રિવ્યૂનાં આધાર પર ફિલ્મની સફળતા માપી શકાય છે.
આ વર્ષે ઘણી મોટાં બજેટની ફિલ્મો ફ્લોપ થઈ છે તેવામાં સાઉથની આ મૂવીનું બજેટ ૧૦૦ કરોડ હતું પણ પહેલા જ દિવસે બોક્સ ઓફિસમાં ચિલ્લરની કમાણી થઈ હતી. સાઉથની મોટા બજેટવાળી ફિલ્મ Agent ૨૮ એપ્રિલ ૨૦૨૩નાં રિલીઝ થઈ હતી. આ એક તેલુગુ ભાષાની સ્પાય એક્શન ફિલ્મ છે જે સુરેન્દ્ર રેડ્ડી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
આ ફિલ્મમાં સુપરસ્ટાર નાગાર્જુનનો નાનો દીકરો અખિલ અક્કિનેની લીડ રોલમાં છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મમૂટી અને બોલીવૂડ અભિનેતા ડિનો મોરિયા પણ છે. આ તેલુગુ સિનેમામાં સાક્ષી વૈદ્ય અને મોરિયાની પહેલી ફિલ્મ છે. પણ અફસોસ એ છે કે તેમને તેલુગૂ ડેબ્યૂનાં પહેલા પ્રયાસમાં સફળતા નથી મળી અને આ મૂવી સંપૂર્ણપણે એક ડિઝાસ્ટર સાબિત થઈ છે.
આ ફિલ્મની ઘોષણા ૨૦૨૦માં કરવામાં આવી હતી અને તેની શૂટિંગ હૈદ્રાબાદ, બુડાપેસ્ટ, વિશાખાપટ્ટનમ અને મનાલીમાં કરવામાં આવી હતી. કોવીડનાં લીધે તેનાં પ્રોડક્શનમાં વિલંબ થયો જેના લીધે રિલીઝને સ્થગિત કરી દેવામાં આવી હતી. પણ હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે લોકોની નકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. આ ફિલ્મ મેકિંગમાં ૮૦થી ૧૦૦ કરોડનો ખર્ચ થયો હતો. પણ એક વીકમાં આ ફિલ્મ આશરે ૧૦-૧૩ કરોડનું જ કલેક્શન કરી શકી છે. આ સાથે જ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનનો દીકરો ખરાબરીતે ફ્લોપ થયો છે.SS1MS