વણાકપોર ગામે શેરડી કટિંગ કરવાના મશીનમાં આગ ભભુકી ઉઠી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક શેરડીના ખેતરમાં શેરડી ક?ાપવાના મશીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ વણાકપોર ગામના એક ખેડૂત શૈલેન્દ્રસિંહ મકવાણાનું એક ખેતર ગામના ખાડી વગામાં આવેલું છે.આ ખેતરમાં તેમણે શેરડીનું વાવેતર કરેલું છે.હાલમાં શેરડી કપવાની હોઈ, ધારીખેડા સુગરનું કટિંગ આવેલું છે.જેમાં મશીનની એક ટીમ મુકવામાં આવી હતી.આજરોજ સવારે શેરડીનું કટિંગ ચાલતું હતું તે દરમ્યાન મશીનમાં કોઈ આકસ્મિક કારણોસર આગ ભભુકી ઉઠી હતી.
ડ્રાઈવરે ફોન કરીને ખેતર માલિકને જણાવ્યું હતુંકે મશીનમાં આગ લાગી છે.ઘટનાની જાણ થતાં ખેતરમાલિક શૈલેન્દ્રસિંહ ખેતરે આવ્યા હતા.આ અંગે ઝઘડિયા ખાતેથી ફાયર ફાઈટરોને બોલાવવામાં આવતા તેમણે પાણીનો મારો ચલાવીને આગ ઉપર ક?ાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.પરંતુ આકસ્મિક ક?ારણોસર શેરડી કટિંગના મશીનમાં આગ લાગતા બળીને ખાખ થવા સાથે મોટું નુકશાન થયું હતું.