પાલડીમાં ACના કારણે લોડ વધવાથી અમીઝરા એપાર્ટમેન્ટમાં આગ લાગી
પાલડીમાં ACના કારણે લોડ વધવાથી આગ લાગી
લોડ વધવાથી ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટ થયુ
વહેલી સવારે ૪ વાગ્યે પાલડીના અમીઝરા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આગ લાગી હતી, તેમાં ૧૨ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે
અમદાવાદ, કાળઝાળ ગરમીમાં જાે તમે ACનો વધારે પડતો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજાે. કારણ કે અમદાવાદના પાલડીમાં ACના કારણે લોડ વધવાથી આગ લાગ્યાનું સામે આવ્યું છે. વહેલી સવારે ૪ વાગ્યે પાલડીના અમીઝરા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. A fire broke out in the apartment due to increased load of AC
તેમાં ૧૨ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લીધી હતી. સદનસીબે દુર્ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી.
પરંતુ ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે ACના વધુ વપરાશના કારણે લોડ વધ્યો હતો. અને ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટ થયું હતું. જેના કારણે બેઝમેન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી.