અમેરિકાના લોસ એન્જલસ નજીકના ઉત્તરીય વિસ્તારમાં આગ લાગી
વોશિંગ્ટન, અમેરિકાના લોસ એન્જલસ નજીકના ઉત્તરીય વિસ્તારમાં બુધવારે એક નવી જંગલમાં આગ લાગી. આગને કારણે ૩૧ હજાર લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાસ્ટેઇક તળાવ નજીકની ટેકરીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તે થોડા કલાકોમાં ૮,૦૦૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. ભારે પવને આગને વધુ ભડકાવી દીધી છે.
આ વિસ્તારમાં સાન્ટા એનાના પવનો ખૂબ જ તીવ્ર અને સૂકા છે. આ કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. તળાવની આસપાસ રહેતા ૩૧,૦૦૦ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ તળાવ લોસ એન્જલસથી લગભગ ૫૬ કિલોમીટર ઉત્તરમાં અને સાન્ટા ક્લેરિટા શહેરની નજીક સ્થિત છે.લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે આગને કારણે કાસ્ટેઇકમાં પિચેસ ડિટેન્શન સેન્ટર ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અહીં રાખવામાં આવેલા લગભગ ૫૦૦ કેદીઓને બીજી જેલમાં મોકલવામાં આવ્યા છે.આગ લાગ્યા પછી પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું કે, ‘હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું કે અમારું ઘર બળી ન જાય.’ લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ જેન્સને બધાને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે.
આ પહેલા પણ લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગને કારણે હજારો ઘરો નાશ પામ્યા હતા. એટલું જ નહીં, ૨ લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી જ્યારે ૨૭ થી વધુ લોકોના મોત થયા હતા.આગ ઓલવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ માટે હેલિકોપ્ટર અને વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બે સુપર સ્કૂપર્સ વિમાન આગ પર પાણી રેડી રહ્યા છે. વિમાનો અગ્નિશામક હેતુઓ માટે બનાવવામાં આવ્યા છે. ઉડતી વખતે, તેઓ તેમના ટાંકીઓમાં સેંકડો લિટર પાણી ભરીને આગ પર રેડે છે. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ અને એન્જલસ નેશનલ ફોરેસ્ટના ક્‰ પણ જમીન પરથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
હાલમાં લોસ એન્જલસમાં ઝડપી અને શુષ્ક પવનો ચિંતા વધારી રહ્યા છે. આગ પણ આ કારણે જ ભડકી રહી છે. તેના લીકે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે. એવી પણ આશંકા છે કે આગ વધુ ભડકી શકે છે અને મોટા વિસ્તારને લપેટમાં લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૮ માં મેગા સ્પોટ્ર્સ ઇવેન્ટ એટલે કે ઓલિમ્પિક્સનું આયોજન અમેરિકન શહેર લોસ એન્જલસમાં થવાનું છે. આ કાર્યક્રમ ૧૪ જુલાઈથી ૩૦ જુલાઈ ૨૦૨૮ સુધી ચાલશે. લોસ એન્જલસને અમેરિકન સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ ઘટનાને ઘણી રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.SS1MS