Western Times News

Gujarati News

ક્રિસમસ પહેલા સાતમા આસમાને પહોંચી ફ્લાઈટની ટિકિટ

અમદાવાદ, નવા વર્ષની ઉજવણી કરવા અથવા તો ક્રિસમસની રજાઓમાં વેકેશન જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર તમારા માટે છે. આ સમયે મોટાભાગના લોકો ફરવા જતા હોય છે, જેના કારણે ડિમાન્ડ ઘણી વધારે હોય છે. પરિણામે, તમે જાે ફ્લાઈટની ટિકિટ બુક કરાવશો તો તમારે વધારે ખિસ્સું ખાલી કરવું પડશે. પરંતુ જાે તમે પૈસા ખર્ચીને ફરવા જતા જ હોવ તો તકનો લાભ પણ લેવો જાેઈએ.

જાે તમે ગોવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગોવા જેટલી જ ટિકિટમાં તમે થાઈલેન્ડ જઈ શકો છો. અને જાે તમે કોચી જવાની યોજના બનાવી રહ્યા છો તો એટલા પૈસામાં તમને વિએતનામની ટિકિટ મળી શકે છે. અત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સના ભાવ સાતમા આસમાને છે.

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોવાની રાઉન્ડ ટ્રિપ માટે પ્રતિ વ્યક્તિ ૨૩,૦૦૦ રુપિયા ખર્ચ થાય જ્યારે થાઈલેન્ડ માટે ૨૬,૦૦૦ રુપિયા થાય છે. આ ભાવ ૩૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધીનો છે.

આ જ રીતે, ૨૮ નવેમ્બરના રેટ અનુસાર, જાે તમે કોચીની રાઉન્ડ ટ્રિપ બુક કરાવો તો ૩૫૦૦૦ રુપિયા ખર્ચ થશે જ્યારે વિયેતનામનો ખર્ચ ૩૮,૦૦૦ રુપિયા થશે. તમને જણાવઈ દઈએ કે ન્યુ યર અને વીકેન્ડ સાથે આવતા હોવાને કારણે ડોમેસ્ટિક સ્થળોની ટિકિટમાં તોતિંગ વધારો થયો છે.

સામાન્ય દિવસોની સરખામણીમાં તે ૨૮૫ ટકા વધારે છે. ટ્રાવેલ એજન્ટ્‌સ અસોસિએશન ઓફ ઈન્ડિયાના ચેરમેન વિરેન્દ્ર શાહ જણાવે છે કે, લોકો ફરી એકવાર હરવા-ફરવા માટે બહાર નીકળતા થયા છે, જેના કારણે મોટાભાગના ફરવાલાયક સ્થળોની ફ્લાઈટ ટિકિટ મોંઘી થઈ ગઈ છે. આ વર્ષે ક્રિસમસ રવિવારના દિવસે આવે છે અને ન્યુ યર ઈવ વીકેન્ડ પર આવે છે. માટે, જે લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા છે તેઓ તેમજ બાકીના લોકો પણ રજા લઈને શોર્ટ ટ્રિપ પ્લાન કરી છે.

લોકો શુક્રવારે સાંજે ફ્લાઈટ લઈને નીકળશે અને સોમવારના રોજ પાછા આવી જશે. માંગ વધારે હોવાને કારણે કિંમતમાં તોતિંગ વધારો નોંધાયો છે. એક સૂત્ર જણાવે છે કે, દેહરાદુન, બાગડોગરા અને જૈસલમેર જેવા સ્થળોએ જતી ફ્લાઈટ્‌સ મર્યાદિત હોય છે.

માટે તેની કિંમતો ઘણી વધારે હોય છે. અને આ એરપોર્ટ એવા છે જ્યાંથી અન્ય ફરવાલાયક સ્થળોએ જઈ શકાય છે, માટે ટૂરિસ્ટ સિઝનમાં અહીંની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે. આટલુ જ નહીં, અત્યારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમત પણ ઘણી વધી ગઈ છે.

માત્ર ડોમેસ્ટિક જ નહીં, ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સની કિંમતો પણ વધી ગઈ છે. કંબોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, દુબઈ અને સિંગાપોરની ખૂબ ડિમાન્ડ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.