હોળી ધુળેટીના તહેવારોને લઈને પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ યોજાયું

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં હોળી- ધુળેટી ના તહેવારને લઈને ગોધરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયુ હતુ. આ ફૂટ પેટ્રોલિંગમાં ગોધરાના DYSP તેમજ એલસીબી એસઓજી સહિત શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત જવાનો જાેડાયા હતા. હોળી- ધૂળેટીના તહેવારોને લઈને જિલ્લા પોલીસ મથક ફંડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
હોળી ધુળેટી ના તહેવારોને ધ્યાનમાં લઈને પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ આનંદ અને ઉલ્લાસના આ તહેવારમા કોઈ અનિચ્છહ બનાવ ના બને તે માટે પંચમહાલ પોલીસ ખડે પગે રહીને ગોધરાના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.