વિદેશી કંપની ભારતના લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેડા ન કરી શકે
“હાઈકોર્ટે બંધારણની કલમ-૨૨૬ હેઠળ અને સુપ્રિમ કોર્ટના બંધારણની કલમ-૩૨ હેઠળ સક્રીય થશે ?!”
લાખો ડોલરની વિદેશી કંપની ભારતના લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેડા ન કરી શકે તો પ્રાઈવેટ કંપનીઓ ભારતના એમ્પલોઈઝના મૂળભૂત અધિકારો સાથે કઈ રીતે રમત રમી અન્યાય કરી શકે ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે. બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે. ભારતના બંધારણ કે દેશના લોકોના કેટલાક મૌલિક અધિકારોનો સ્વીકાર્ય કર્યાે છે. ભારતનું બંધારણ એ સર્વાેચ્ચ કાયદો છે ત્યારે સમાનતાના અધિકારનો, માનવ ગૌરવ પ્રાપ્ત કરવાના અધિકારનો, શોષણમુ ક્તના અધિકારનો ભંગ ન થવો જાેઈએ.
ત્યારે કોઈ પ્રાઈવેટ કંપની ભારતની ધરતી પરથી વ્યવસાય કરવા માંગતી હોય તો તે કંપની એવા કાયદા બનાવી અમલ ન કરી શકે જેમાં એમ્પ્લોઈઝના કે ગ્રાહકોના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય !! અને કોઈપણ કંપની પોતે ઘડેલા કાયદાનું પોતે જ ઈન્ટરપીટીશન કરીને વ્યુહાત્મક રીતે કોઈને નોકરીમાંથી અપમાનીત કરી કાઢી મુકી ન શકે.
ગુજરાતમાં અને દેશમાં આવા વધતા જતા બનાવો પ્રત્યે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ એકટીવ નહીં બને તો દેશના લોકોની આઝાદી સરકાર સામે કદાચ ટકશે પણ પ્રાઈવેટ કંપનીઓ સામે હણાઈ જશે એનું શું ????!!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )
વિદેશી ફ્રેન્ચાઈઝ ધરાવતી કંપનીને ધંધો ભારતમાં કરવો છે ?! પરંતુ કાયદાઓ પોતે જ ઘડવા છે ?! કાયદાનું અર્થઘટન પોતે જ કરવું છે ? અને સજા પણ પોતે જ કરવી છે ? ત્યારે કુદરતી ન્યાયના સિધ્ધાંતોની રખેવાળી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ કરે એ જરૂરી છે ?!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ કહે છે કે, “રાજય, જીવન કે સ્વતંત્રતા નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈ વ્ય ક્ત સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે”!! ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “બંધારણીય પ્રજાસત્તાક ત્યારે જ પ્રગતિ કરી શકે છે,
જયારે તેના નાગરિકો તેમના બંધારણમાં શું પરિકલ્પનાઓ કરવામાં આવી છે તેની જાણ હોય”!! પરંતુ કયારેક એવી પરિ સ્થતિ જાેવા મળે છે કે બંધારણની કલમ-૨૨૬ હેઠળ નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારની રક્ષા માટે ફકત સરકાર સામેના કેસમાં જ નહીં
ખાનગી કંપનીઓ દ્વાર થતાં કર્મચારી સાથેના અન્યાયભર્યા અપકૃત્યમાં પણ હાઈકોર્ટ સીવીલ મેટરની વ્યાખ્યામાં મુકી કોઈ કર્મચારીના સ્વમાનભેર બંધારણીય અધિકારના અમલ માટે હાઈકોર્ટમાં કેમ ત્વરીત ન્યાય ન આપે ?!
ભારતમાં વ્યવસાય કરતી પ્રાઈવેટ કંપની દેશનો સર્વાેચ્ચ કાયદો ગણાતા દેશના બંધારણના મૂલ્યોનું હનન કરતા કાયદાઓ રચીને પોતાના એમ્પલોઈઝને અન્યાય ન કરી શકે અને દેશની અદાલતો પણ તેને ફકત સર્વિસ મેટર ગણીને એમ્પ્લાઈઝ કે ગ્રાહકના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય ત્યારે કોર્ટ આ મુદ્દે સૂનાવણીનો ઈન્કાર કઈ રીતે કરી શકે ?!
ભારતની સુપ્રિમ કોર્ટે અને દેશની હાઈકોર્ટે બંધારણની કલમ-૩૨ હેઠળ અને ૨૨૬ હેઠળ ન્યાયતંત્રીય સમીક્ષા કરવાની સત્તા છે જેમાં સરકાર સામે કે પ્રાઈવેટ કંપની સામે કોઈ ખાનગી વ્ય ક્ત સામે પણ કોઈ વ્ય ક્તના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ તેમાં સમીક્ષા કરી શકે છે.
પછી કોઈ કંપની કોઈ એમ્પલોઈઝના મૌલિક અધિકારનો ભંગ કરતી હોય કે પછી કોઈ ગ્રાહકના મૂળભૂત અધિકારનો ભંગ કરતી હોય અને આ સંદર્ભે અદાલતો હેબીયર્સ કોપર્સ રીટ ઓફ મેન્ડેમસ, રીટ ઓફ પ્રોહીબીશન, રીટ ઓફ કો-વોરન્ટો અને રીટ ઓફ સર્શિઓરરિ માના સ્વરૂપની રીટ કે આદેશો કે સૂચનો આપવાની એ. એસ. બોબડે સત્તા ધરાવે છે જેનો ઈનકાર કઈ રીતે થઈ શકે ?!
ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતીએ કહ્યું છે કે, ‘નાગરિકો મૌલિક અધિકાર માત્ર ભરતના રાજય ક્ષેત્રમાં જ નહીં પણ તેની સીમાને પાર પણ ભોગવે છે’!! માટે જયારે વોટસ-એપ દ્વારા ભારતના લોકોના પ્રાઈવસી જાળવવાનો મુદ્દો આવ્યો ત્યારે ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એસ. એ. બોબડે,
ચીફ જસ્ટીસ શ્રી એ. એસ. બોપન્ના અને જસ્ટીસ શ્રી વી. રામા સુબ્રમણિયમની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં દિશા નિર્દેશ કરતા કહ્યું હતું કે, લોકોને આશંકા છે કે, તેમની પ્રાઈવસી સુરક્ષિત નથી અને તેનું રક્ષણ કરવાની અમારી (ન્યાયતંત્રની) ફરજ છે તમે ભલે ર-૩ ટ્રિલીયન ડોલરની કંપનીઓ છો લોકો નાણાં કરતા પ્રાઈવસીને વધુ મહત્વ આપે છે.
ટૂંકમાં વિદેશી કંપની હોય કે ભારતની કંપની હોય હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટને સત્તા છે કે કોઈ એમ્પ્લોઈઝના મૂળભૂત અધિકારનો ભંગ કરી તેને અન્યાય કરાતો હોય કે પછી કોઈ ગ્રાહકના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય ત્યારે કાયદો ઘડનાર, કાયદાનો અમલ કરાવનાર કંપની જ કાયદાનું અર્થઘટન કરી ન્યાય તોળવા બેસે
ત્યારે કંપનીના એમ્પ્લોઈઝને કે પછી ગ્રાહકના મૂળભૂત અધિકારોનો ભંગ થવાની શકયતા સંપૂર્ણપણે રહેલી છે. માટે બંધારણના આર્ટિકલ-૨૨૬ હેઠળ હાઈકોર્ટ અને બંધારણની કલમ-૩૨ હેઠળ સુપ્રિમ કોર્ટે દરેકની સમસ્યા સાંભળવી જાેઈએ. સિવીલ મેટરોમાં તો લોકો નિવૃત્ત થવાની વયે આવે ત્યારે ન્યાય મળે છે એ શું કામનો ????!