મધ્યપ્રદેશમાં ચાર માળની હોટલને થોડી જ સેકન્ડોમાં ધરાશાયી કરાઇ

ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પોલીસ પ્રશાસને હત્યાના આરોપી ભાજપના નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રશાસને ડાઈનામાઈટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે બનેલી ચાર માળની હોટલને થોડી જ સેકન્ડોમાં ધરાસાઈ કરી દીધી હતી.
આરોપી પર ચૂંટણીની હરીફાઈમાં એક યુવકને કારથી કચડીને હત્યા કરવાનો આરોપ છે. આરોપી નેતાની ચાર માળની હોટલમાં ૬૦ ડાયનામાઈટ લગાવવામાં આવ્યા હતા. આજે સવારે તેને બ્લાસ્ટ કરીને થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સાગર જિલ્લાના કલેક્ટર દીપક આર્ય, ડીઆઈજી તરુણ નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર હતા.
આરોપી અને તેના પરિવારની હોટેલ જયરામ પેલેસ મકારોનિયા ઈન્ટરસેક્શન પાસે આવેલી હતી. ચાર માળની આ હોટલનું બાંધકામ ગેરકાયદેસર જાહેર કરાયું હતું. આ પછી મંગળવારે પોલીસ અને પ્રશાસનની ટીમ હોટલને તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષા માટે બેરીકેટ મુકીને વાહનવ્યવહાર બંધ કરાયો હતો તેમજ હોટલની આસપાસ રહેતા લોકોના ઘર ખાલી કરાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. આરોપી પર ચૂંટણીની આવેશમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. હત્યા કેસમાં આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે,મુખ્ય આરોપી હજુ ફરાર છે.HS1MS