USમાં કોરોના સમયે ૫.૩ કરોડ ડોલરનું થયું હતું ફ્રોડ
ન્યૂયોર્ક, કોરોનાકાળમાં થયેલા અનેક ગોટાળા હવે દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે અમેરિકામાંથી એક મોટો ગોટાળો સામે આવ્યો છે. અમેરિકામાં કુલ ૧૪ લોકો પર કોરોનાકાળમાં ખોટી રીતે કોવિડ રાહત કાર્યક્રમ હેઠળ ૫.૩ કરોડ ડૉલરની લોન લેવાનો આરોપ લાગ્યો છે. આ ગોટાળામાં મોટા ભાગના ભારતીયો સંકળાયેલા છે. A fraud of 5.3 million dollars took place during Corona in the US
ટેક્સાસના ઉત્તરી જિલ્લાના અમેરિકાના અટૉર્નીએ જણાવ્યુ હતુ કે, આરોપીઓની છેલ્લા અઠવાડિયે ટેક્સાસ, કેલિફોનિયા અને ઓક્લાહોમમાં PMRC ટાસ્ક ફોર્સ સામે દ્વારા તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકામાં ૧૪ લોકો પર કોરોના સમયગાળા દરમિયાન કથિત રીતે ખોટી રીતે લોન લેવાનો આરોપ છે, ૧૪માંથી ૧૦ આરોપીઓ ભારતીય મૂળના છે. આરોપ છે કે આ લોકોએ કોવિડ રાહત કાર્યક્રમ હેઠળ કુલ $૫૩૦ મિલિયનની લોન લીધી હતી.
ટેક્સાસના નોર્ધન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્નીએ જણાવ્યું હતું કે આરોપીઓની ગયા અઠવાડિયે ટેક્સાસ, કેલિફોર્નિયા અને ઓક્લાહોમામાં પેન્ડેમિક રિસ્પોન્સ એકાઉન્ટબિલિટી કમિટી ફ્રોડ ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપ મુજબ, આ ૧૪ લોકોએ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ હેઠળ ઇં૫૩ મિલિયનથી વધુની વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે છેતરપિંડી કરી છે. પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ કોવિડ -૧૯ મહામારી દરમિયાન શરૂ કરાયેલ એક નાણાકીય કાર્યક્રમ છે.
ટેક્સાસના નોર્ધન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની લે સિમોન્ટને આરોપોની ગંભીરતા પર ભાર મૂકતા કહ્યું કે સરકાર સાથે છેતરપિંડી કરવીએ અમેરિકન કરદાતાઓનું અપમાન છે. રોગચાળા દરમિયાન લાખો લોકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે તેવા સમયે સરકાર સાથે છેતરપિંડી કરવી એ ગંભીર અપરાધ છે.
રિપોર્ટ અનુસાર, આ જૂથમાં સામેલ લોકોએ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામમાંથી લાખો ડોલરની ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. આવી સ્થિતિમાં આ ૧૪ આરોપીઓ પર બેંક છેતરપિંડી, ખોટા નિવેદન, મની લોન્ડરિંગ ષડયંત્ર સહિત ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આરોપીઓએ કથિત રીતે છેતરપિંડીની PPP લોન અરજીઓ સબમિટ કરી, બેંક સ્ટેટમેન્ટ અને ટેક્સ ફોર્મમાં છેડછાડ કરીને પેરોલ ખર્ચમાં વધારો કર્યો. એટલું જ નહીં, તેઓએ એકથી વધુ બેંક ખાતાઓ દ્વારા લોનની રકમ મોકલીને પેરોલ ખર્ચ ખોટો કર્યો.
જે લોકો પર આરોપ લાગ્યા છે તે, સનશાઈન રિસાયક્લિંગના મુખ્ય નાણાકીય અધિકારી મિહિર પટેલ તેમજ મેમથ ગ્રૂપ, આર.એ. ઉદ્યોગના માલિક સહિતના કર્મચારીઓ સામેલ છે. રિપોર્ટ અનુસાર જાે આ આરોપીઓ દોષિત ઠરશે તો તેમને આકરી સજા ભોગવવી પડી શકે છે. તેને બેંક છેતરપિંડી માટે ૩૦ વર્ષ સુધીની ફેડરલ જેલ, વાયર છેતરપિંડી માટે ૨૦ વર્ષ અને મની લોન્ડરિંગ ષડયંત્ર માટે ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે.SS1MS