કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ દ્વારા ફ્રી ડેન્ટલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું
અમદાવાદ, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મા કમલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના યુવા વર્ગ દ્વારા બાળકો તથા શિક્ષકો માટે ફ્રી ડેન્ટલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં 79 જેટલાં બાળકો અને શિક્ષકો સહિતનું ડેન્ટલ ચેક અપ કરાયું. ડૉ. હર્ષા ખેલવાની તથા શાહિલ રાઠોડ દ્વારા. બાળકોને દાંતની સુરક્ષાને જાળવણી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશેષમાં નિરવભાઈ શાહ અને મેઘનાબેન તથા તેમની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકોને નાનપણથી જ દાંતની જાળવણી અંગે જાગૃત કરવામાં આવે તો ભવિષ્યમાં દાંત અંગે થતાં વિવધ રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.