Western Times News

Gujarati News

રખોલી ગ્રામ પંચાયત હોલમાં આંખનો મફત તપાસ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ)સેલવાસ, રોટરી કલબ દાદરા અને નગર હવેલી સેલવાસ દ્વાર તેમજ રખોલી ગ્રામ પંચાયતના સહયોગ થી રખોલી પંચાયત ના કોમ્યૂનિટી હૉલ માં તારીખ -૧૬/૧૦/૨૦૨૨ વાર રવિવાર ના રોજ વિના મૂલ્યે (મફત) આંખ ની તપાસ અને મોતિયા ના ઓપરેશન નો શિબિર રાખવામા આવેલ જે શિબિર માં રોટરી આઈ હોસ્પીટલ નવસારી ના નિષ્ણાંત ટોકટરો અને તેમની ટીમ સેવા માટે આવી હતી જે શિબિર નો દાદરા અને નગર હવેલીના ૭૫૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાં દર્દીઓને આંખ ની તપાસ કરી સ્થળ પર વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા તેમજ મોતીયા ના દર્દીઓની તપાસ કરવામાં આવી આ શિબિર માં લોકોનો ઉત્સાહ જાેવા મળ્યો હતો આ શિબિર માં રોટરી કલબ દા.ન.હવેલી ના પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, સેક્રેટરી શ્રી મિલનભાઈ પટેલ, શ્રી યશવંતસિંહ પરમાર, શ્રી ડો. રામ જાેષી, દેવાંગી પટેલ, ઈશાની કર, સ્નેહલ દેસાઇ, અંજના દેસાઇ, અપેક્ષા રાવલ, મેગાવીન પરમાર અને રખોલી પંચાયત ના સરપંચ શ્રીમતી ચંદનબેન ડી. પટેલ જિલ્લા પંચાયત સભ્યશ્રી શ્રી દિપકભાઈ સી. પ્રધાન. ઉપ- સરપંચ શ્રી સુરજભાઈ પી. પટેલ તેમજ પંચાયત ના સભાસદો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.