ગોરગામમાં વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયો

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ તાલુકાના ગોરગામમાં ૨૭મી નવેમ્બરને રવિવારે સવારે રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ નવસારી માલીબા સંકુલ અને રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ ના સંયુક્ત ઉપક્રમે અને ગામના વતની એવા પત્રકાર નિમેષ પટેલના પિતા સ્વ. બાબુભાઈ પટેલના સ્મરણાર્થે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયો હતો. આ નેત્ર યજ્ઞમાં ગામના કુલ ૨૦૬ લોકોએ લાભ લીધો હતો. જે પૈકી ૧૩૨ લોકોને ચશ્મા હોવાનુ બહાર આવતા તેમને ચશ્મા બનાવી આપવામાં આવ્યા હતા.
૨૦ લોકોને મોતિયાના ઓપરેશન કરવાનું હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ લોકોનું મોતિયાનું ઓપરેશન આગામી ૨૧મી ના રોજ નવસારી હોસ્પિટલમાં કરવામાં આવશે. આ કેમ્પનું સફળ આયોજન રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ ના પ્રમુખ હિતેશ પટેલ, સેક્રેટરી જેયુર દેસાઈ, શ્વેતલ દેસાઈ, સંજયભાઈ પટેલ, આલીપોર હોસ્પિટલના ટ્રસ્ટી હસનભાઈ દ્વારા કરાયું હતું. કેમ્પમાં ગોરગામના યુવાનોએ સેવા આપી હતી.