ડેટિંગ સાઇટ પરથી યુવતી સાથેની મિત્રતા કોન્ટ્રાક્ટરને ૩.૫૦ લાખમાં પડી

અમદાવાદ, અમદાવાદના એક કોન્ટ્રાક્ટરે આનંદ માટે ક્વેક ક્વેટ ડેટિંગ મોબાઇલ એપ્લિકેશન પરથી એક મહિલા સાથે મિત્રતા કરી હતી. તે મહિલાને બોપલ ખાતે મળવા બોલાવી હતી. મહિલા અને કોન્ટ્રાક્ટર એક હોટલમાંથી નીચે ઉતરતા હતા તયારે જ તયાં આવેલા કેટલાક લોકોએ પોતાની ઓળખ એટીએસના કર્મચારી તરીકે આપી હતી.
મહિલાના સાગરીતોની આ ગેંગે કોન્ટ્રાક્ટરને તમે મહિલાને સાથે રાખી ડ્રગ્સનો ધંધો કરો છે. તેમ કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સાડા ત્રણ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આ અંગે સરખેજ પોલીસે કોન્ટ્રાક્ટરની ફરિયાદ નોંધી તેમની મિત્ર બનેલી કવિતા પટેલ નામની મહિલા સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં રહેતો મનોજ (નામ બદલ્યું છે) કોન્ટ્રાક્ટર તરીકે કામ છે અને પરિવાર સાથે રહે છે. ફેબ્›આરી ૨૦૨૫માં મનોજે ક્વેક ક્વેક નામની ડેટિંગ એપ્લિકેશન મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી હતી. તે છેલ્લાં એક મહિનાથી કવિતા પટેલ નામની એક યુવતી સાથે સપર્કમાં આવ્યો હતો. કવિતાએ તેને જણાવ્યું હતું કે તે હિંમતનગરમાં રહે છે.
તેમની વચ્ચે મિત્રતા વધવાની સાથે વોટ્સએપ ચેટ પણ થતી હતી. ગત ૧૭મી માર્ચે કવિતાએ મળવાની વાત કરતા મનોજે તેને બોપલમાં મળવા બોલાવી હતી. કવિતાએ જ હોટલમાં જવાની વાત કરતાં મનોજ તેને લઇને વકીલ સાહેબ ઓવરબ્રિજ નજીકની હોટલમાં ગયો હતો. પરંતુ, હોટલમાં જતા કવિતાએ પોતાનું આઇડી કાર્ડ આપવાનો ઇનકાર કરી દીધો હતો જેથી તેમને રૂમ મળ્યો નહોતો.
મનોજ અને કવિતા હોટલમાંથી નીચે ઉતરી રહ્યા હતા તયારે બે યુવક તેમની પાસે આવ્યા હતા અને પોતે એટીએસના સ્ટાફ હોવાનું કહીને મનોજ અને કવિતાને ધમકાવીને તે ડ્રગ્સનો ધંધો કરે છે તેમ કહીને એક કાર બોલાવી હતી. જેમાં મહિલા બેઠી હતી. સાથેસાથે તેમણે મનોજની કાર પણ સાથે લઇને બંનેને બેસાડીને સનાથલ રિંગ રોડ પર આવેલી એક હોટલ નજીક લઇ ગયા હતા.
તયાં ધમકી આપી હતી કે જો કેસથી બચવું હોય તો જે હોય તે આપી દો અને બાદમાં મોબાઇલમાં પેમેન્ટ એપ્લિકેશનનો પાસવર્ડ જાણીને કાર્ડથી ૬૦ હજાર રૂપિયા લઇ લીધા હતા. આ ઉપરાંત વધારાના નાણાં મગાવીને કુલ ૩.૪૨ લાખ લઇને મનોજને રિંગ રોડ પર ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ બાદ મનોજ બદનામ થવાની ચિંતામાં ડરી ગયો હતો.
તેણે તેના મિત્રોને વાત કરી હતી અને તેના આધારે સરખેજ પોલીસને સંપર્ક કર્યાે હતો. જે અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આ અંગે ઇન્સ્પેક્ટર આર.કે. ધુળિયાએ જણાવ્યું કે આ અંગે રિંગ રોડ પરની હોટલ, સીએનજી પંપના સીસીટીવી તેમજ અન્ય પુરાવા તપાસીને આરોપીઓની શાધખોળ હાથ ધરી છે.SS1MS