પૂજારા-અજિંકય રહાણેની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગે તેવી શક્યતા
નવી દિલ્હી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં ટેસ્ટ ટીમમાંથી અનુભવી બેટર પૂજારા અને રહાણેની બાદબાકી કરવામાં આવી છે. A full-stop sign on Cheteshwar Pujara-Ajinkya Rahane’s career
બંને ખેલાડીઓ ટીમમાંથી ડ્રોપ થતાં હવે તેના કેરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે. આ ઉપરાંત સૂર્યાને પણ વો‹નગ આપવામાં આવી છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ૩ ટી૨૦, ૩ વન-ડેને ૨ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે જે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
બીસીસીઆઈએ આ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટનની પસંદગી કરી છે જેમાં કેએલ રાહુલ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમની કમાન સંભાળશે જ્યારે રોહિત શર્માને ટેસ્ટમાં અને સૂર્યકુમાર યાદવને ટી-૨૦ સિરીઝમાં કેપ્ટનશિપની જવાબદારી મળી છે. આ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાંથી બે અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ડ્રોપ કરવામાં આવ્યા છે ત્યારે લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અજિંક્ય રહાણે લગભગ દોઢ વર્ષ સુધી બહાર રહ્યા બાદ તેણે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ સાથે આંતર રાષ્ટ્રિય ક્રિકેટમાં વાપસી કરી હતી. જા કે તેના સાધારણ પ્રદર્શનના કારણે ફરી તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ચેતેશ્વર પૂજારાએ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમી હતી. રહાણેની જેમ પૂજારાનું પ્રદર્શન પણ એવરેજ રહેતા ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે પસંદગીકારોએ બંને ખેલાડી પરનો વિશ્વાસ ગુમાવ્યો છે અને તેમને વધુ તક મળવી મુશ્કેલ છે. હવે બોર્ડ પણ અન્ય વિકલ્પ શોધી રહ્યું છે.