મહાદેવ ગામના મીની રાજઘાટ પર ગાંધી પ્રાર્થના સભા યોજાઈ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકા માં આવેલા દિલ્હી પછીના મીની રાજઘાટ પર ગાંધી નિર્વાણ દિન ને સામાજિક કાર્યકરો શાળાના બાળકો ગામજનો સાથે મળી પ્રાર્થના સભા સાથે મહાત્મા ગાંધીને યાદ કરી ૧૧ કલાકે મૌન પાડી ગાંધીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ શાળાના બાળકો દ્વારા રજૂઆત કરી કાઢીને યાદ કર્યા હતા
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ સંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે સામાજિક કાર્યકરો જીવ દયા પ્રેમી નિલેશ જોષી અમિત કવિ સ્વદેશી જાગરણ મંચ ચૈતન્ય ભટ્ટ ગિરીશ પટેલ સાથે અરવલ્લી જિલ્લાના એકમાત્ર અધિકારી ડીપીઓ નૈનેશ દવે હાજર રહ્યા હતા ઉપસ્થિત રહેલા સૌએ ગાંધી ની એક જ વાત યાદ કરી મારું જીવન એ જ મારો સંદેશ એ વાતને વાઘોડી ગાંધી રાહ પર ચાલવા સૌએ આહવાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મહાદેવ ગ્રાન્ટના સરપંચ પંકજસિંહ રાઠોડ આ દ્વારા રાજઘાટનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી સ્કૂલના બાળકો શિક્ષકો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું