Western Times News

Gujarati News

સીમ કાર્ડ સ્વેપિંગ કરીને કરોડોનું કૌભાંડ કરતી ગેંગની પશ્ચિમ બંગાળથી ધરપકડ

સીમકાર્ડ સ્વેપિંગ કરીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો કેસ -કોલકાતાની આ ગેંગ દ્વારા સીમ સ્વેપિંગ કરીને ઓનલાઈન કરોડો રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ કરતા હતા

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં સીમકાર્ડ સ્વેપિંગ કરીને ૧.૧૯ કરોડની છેતરપિંડી કેસમાં સાયબર ક્રાઇમે કોલકાતાના ૩ આરોપીની ધરપકડ કરી છે. કોલકાતાની આ ગેંગ દ્વારા સીમ સ્વેપિંગ કરીને ઓનલાઈન કરોડો રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ કરતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા આરોપી અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલી છે. આ ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમ બ્રાંચે કોલકાતાથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ અમદાવાદના બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત કુમાર જાની (Amit Kumar Jani Ahmedabad Ball bearing treding Business) નામના વેપારી સાથે ૧ કરોડ ૧૯ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેમાં આરોપીઓએ વેપારીના ઈમેલ આઇડી હેક કરીને સીમ કાર્ડ બદલવાની રિકવેસ્ટ મોકલીને મોબાઇલ સેવા આપતી

કંપનીમાંથી નવું સીમ લઈ તેમાંથી OTP મેળવી આ રકમની ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. વેપારીએ બેંકનું એકાઉન્ટ તપાસતા ૧૧ માર્ચથી ૧૨ માર્ચ દરમ્યાન બેન્કમાંથી ૧.૧૯ કરોડ ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વેપારીએ ઠગાઈને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસીસ કરી ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી પાડયા છે.

પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, આરોપીઓએ ૧.૧૯ કરોડની છેતરપિંડીમાંથી રૂ ૬૦ લાખ બેંક એકાઉન્ટમાંથી રોકડા ઉપડ્યા હોવા છે. એટલું જ નહીં, તેમના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાના ટ્રાન્જેક્શનના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે. જેથી આ ટોળકી સાથે નાઇઝીરિયન ગેંગની પણ સંડોવણી હોવાની શક્યતા છે.

પકડાયેલા આરોપીઓમાં અતિકુર ખાન બેંકમાંથી હોમ લોન, પર્સનલ લોન અને વીમા પોલિસી કાઢવાનું કામ કરતો હોવાનું ખુલ્યું છે. જ્યારે અન્ય આરોપી પરવેઝ અહેમદ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જાેડાયેલો છે અને મુક્તાર અલી કાપડનો હોલસેલનો વેપારી છે.

આરોપીઓ સાથે આ ગેંગ માં બેંકના કર્મચારી અને ટેલીકોમ કંપનીના કર્મચારી સહિત ૬ કર્મચારીઓના નામ ખુલતા સાયબર ક્રાઇમ બ્રાંચ આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઝડપાયેલ આરોપીઓએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના વેપારીઓને પણ સીમ સ્વેપિંગ કરીને કરોડોની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓની મોડ્‌સ ઓપરેન્ડી વાત કરીએ તો, તેઓ શનિવાર અને રવિવારના દિવસે લોકોને ટાર્ગેટ કરતા હતા.

જેથી સીમ બંધ થઈ જાય તો ટેલીકોમ કંપની કે બેન્ક બંધ હોવાથી સરળતાથી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકે. હાલમાં સાયબર ક્રાઇબ્રાન્ચે આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મેળવીને છેતરપિંડી કેસમાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.