Western Times News

Gujarati News

ઈકો ગાડી વર્ધીના બહાને મંગાવી ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ઈકો ગાડીની છેતરપિંડી કરનાર ટોળકીના ૬ લોકો ઝડપાયા-જંબુસરના વેડચ પોલીસને બગાસું ખાતા પતાશુ મળ્યું

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસરના ઉચ્છદ ગામના રહેવાસીની ઈકો ગાડી વર્ધીના બહાને મંગાવી નર્મદા કેનાલ રોડ પરથી આરોપીઓ લઈને ભાગી જતા ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી એક મહિલા સહીત છ આરોપીઓને બે ઈકો ગાડી,એક બુલેટ,સાત મોબાઈલ મળી અંદાજે ૧૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય છેતરપિંડીના ગુનાના ભેદ ઉકેલવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના વેડચ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઉચ્છદ ગામે કેનાલ રોડ ઉપર એક મહિના અગાઉ ફરિયાદીની સફેદ કલરની ઈકો ગાડી નંબર જીજે ૦૬ પીકે ૭૪૨૩ જેની આશરે કિંમત ૫ લાખની લઈ આરોપીઓએ ફરિયાદીને પાવાગઢ જવા માટેની વર્ધી હોય

તેમ જણાવી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ઉચ્છદ ગામ નર્મદા કેનાલ રોડ ઉપર ફરિયાદી પેશાબ કરવા ઉતરતા જ ફરિયાદીની ઈકો ગાડી આરોપીઓ લઈને ભાગી ગયા હતા.

જે અંગેનો ગુનો વેડચ પોલીસ મથકમાં છેતરપિંડી અને પૂર્વ આયોજિત એક્ટ હેઠળ દાખલ કરાયો હતો.જેમાં આરોપીની સધન પૂછપરછ કરતા તેઓની આખી ગેંગ હોવાનો પર્દાફાશથયો હતો.આઅ ટોળકીએ અન્ય કેટલી છેતરપિંડી કરી છે તેનો ભેદ કડક પૂછપરછમાં વધુ એક ઈકો ગાડી જીજે ૦૭ ડીઈ ૬૬૯૫ તથા બુલેટ ગાડી જીજે ૦૬ કયૂસી ૪૦૮૩ મળી આવી હતી અને છેતરપિંડી ગેંગના મહિલા સહીત ૬ આરોપીઓ પાસેથી સાત નંગ મોબાઈલ કબ્જે કરવામાં આવતા કુલ ૧૦,૨૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીમાં (૧) રાહુલ ઉર્ફે કીસુ પ્રભાત વસાવા ઉ.વ.૨૪ રહે,ઈન્દીરા કોલોની રેલવે કોલોની વડોદરા (૨) ચિરાગ મહેશ પટેલ ઉ.વ.૨૮ રહે,ભાયલાકુઈ પ્રાથમિક શાળાની સામે કપડવંજ હાલ રહે,પાદરા.વડોદરા (૩) ભુપેન્દસિંહ ઉર્ફે ભયુલ ઉર્ફે જોખમ પઢીયાર ઉ.વ.૨૪ રહે,પાદરા વડોદરા (૪) સુનિલ ઉર્ફે સૂરજ રમેશ પટેલ ઉ.વ.૨૩ રહે,વણસોલ હાલ પાદરા વડોદરા

(૫) રોનક ઉર્ફે રોકી હિતેશસિંહ છાસટિયાં ઉ.વ.૨૪ રહે,ગામેઠા પાદરા,વડોદરા (૬) ક્રિષ્નાબેન મહેશભાઈ સુથાર ઉ.વ.૨૦ રહે,પાદરા વડોદરા ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભયલુની પત્ની મળી છ લોકોની ઘરપકડ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.