સેન્સેક્સમાં ૧૦૫૩ અને નિફ્ટીમાં ૩૩૩ પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના ૮ લાખ કરોડનું ધોવાણ
મુંબઈ, મંગળવારે બીએસઈ સેન્સેક્સ ૧૦૫૩ પોઈન્ટની નબળાઈ સાથે ૭૦૩૭૦ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૩૩ પોઈન્ટ ઘટીને ૨૧,૨૩૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે સોનું ૧૮૭ રૂપિયાના વધારા સાથે ૬૨૦૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.
મંગળવારે પ્રોફિટ બુકિંગના કારણે રેલવેના શેરમાં ૧૬ ટકા સુધીની નબળાઈ નોંધાઈ હતી. આ સાથે, મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈએ ઝોમેટો સહિત ચાર નવા યુગની ટેક કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો છે.
શેરબજારના કામકાજમાં ભારે નબળાઈ વચ્ચે મંગળવારે પીએસયુના શેરમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો હતો. કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, બીપીસીએલ અને એસબીઆઈના શેર શેરબજારના ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
મંગળવારે ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં ૬.૩૩ ટકાની નબળાઈ નોંધાઈ રહી હતી. શેરબજારના ટોપ ગેનર્સની વાત કરીએ તો, તેમાં સન ફાર્મા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ડૉ. રેડ્ડીઝ, હીરો મોટોકોર્પ અને એપોલો હોસ્પિટલના શેરનો સમાવેશ થાય છે.
શેરબજાર ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૩ ટકાથી વધુ ઘટીને ૪૬૫૯૦ ના સ્તર પર આવી ગયો હતો.
બીએસઈ સ્મોલ કેપ ૨.૮૩ ટકાની નબળાઈ સાથે કામ કરી રહી હતી. નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં નબળાઈ હતી જ્યારે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ સારો દેખાવ કરી રહ્યો હતો.
મંગળવારે શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ હતી અને રૂ.૮ લાખ કરોડની મૂડી ઘટી હતી. મંગળવારે શેરબજારના રોકાણકારોની મૂડીમાં ૮ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીએસસીમાં લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ રૂ. ૩૬૬ લાખ કરોડ રહી હતી.
વૈશ્વિક બજારમાં પોઝિટિવ મોમેન્ટમના અભાવે બેન્ક, ઓઈલ અને ગેસ શેરોમાં નબળાઈ નોંધાઈ હતી. જાેકે ફાર્મા અને આઈટી શેરોમાં ખરીદારી જાેવા મળી હતી.
મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એચડીએફસી બેન્કના શેરમાં નબળાઈને કારણે નિફ્ટીમાં ઘટાડો જાેવા મળ્યો હતો. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી ૧ ફેબ્રુઆરીથી વિદેશી રોકાણકારો માટે માલિકીના નિયમો કડક બનાવવા જઈ રહી છે. SS2SS