Western Times News

Gujarati News

નવસારીમાં રસોઇ બનાવતા અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો

નવસારી, ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર નજીક આવેલા આતલીયા ગામનાં એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો છે. જેમાં એક બાળકનું મોત અને ત્રણ લોકો દાઝ્‌યા છે. ગામનાં ગણેશનગરમાં રસોઇ બનાવતી વખતે અચાનક ગેસનો બોટલ ફાટ્યો હતો.

જેમાં ચાર લોકો દાઝ્‌યા હોવાની માહિતી મળી રહી છે. ચાર ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વર્ષનાં બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે પરિવારનાં અન્ય ત્રણ સભ્યોની હાલત ગંભીર જણાતા સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ગણદેવીના બિલીમોરાના આતલિયા ગામનાં ગણેશનગરમાં આ ગોઝારી ઘટના બની છે.

જેમાં ગણેશનગરનાં એક ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘરમાં હાજર ચાર લોકો દાઝ્‌યા હતા. આ લોકોને પહેલા વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક વર્ષનાં બાળકનું મોત નીપજ્યુ છે. અન્ય ત્રણ લોકો પણ ઇજાગ્રસ્તોની હાલત પણ વધારે ખરાબ જણાતા તેમને વલસાડથી સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાલ તેમની સારવાર ચાલી રહી છે. જાેકે, આ બ્લાસ્ટને કારણે આખા ઘરની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. આ બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસનાં લોકોમાં પહેલા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ તરત જ ત્યાં આવી પહોંચીને પોલીસને જાણ કરવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરમાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં એક બાળક સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે.

સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.