મધ્ય પ્રદેશથી રોજી રોટીની તલાશ આવેલ પરિવારની બાળકીનું અપહરણ થયું
સુરત, મધ્ય પ્રદેશથી રોજી રોટી માટે આવેલા પિતા અને ચાર વર્ષીય બાળકી સુરત રેલવે સ્ટેશન આવી પોહચ્યા બાદ બાળકીનું અપહરણ થઈ ગયું હતું. જાેકે આ મામલે સુરત રેલવે પોલીસે બાળકી અપહરણ કરતા લોકોના હાથમાંથી છોડાવી સાથે એક મહિલા સાથે એક યુવક ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં દિવસે દિવસે અપહરણના કેસો વઘી રહ્યા છે. સુરત પોલીસ પણ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
ગુજરાત આમ તો, આર્થિક રીતે સધર છે અને અન્ય રાજ્યના લોકો રોજી રોટીની તલાસ માટે ગુજરાત અને ખાસ તો સુરત આવતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશ પોતાની ચાર વર્ષની પુત્રી લઇને અંકલેશ્વર ખાતે લઇને આવ્યા હતા. જાેકે ટ્રેનમાં પિતા સુઈ જતા પિતા-પુત્રી સુરત ખાતે આવી પોહચ્યા હતા. જાેકે અહીંયા આવ્યા બાદ પિતા પુત્રી સ્ટેશન એક બેચ પર સુઈ ગયા હતા. જાેકે એક મહિલા બાળકીને ઉપાડી લઈ ગયા હતા. જાેકે પિતા ઊંઘમાંથી ઉઠ્યા બાદ બાળકી નહીં મળતા પોલીસ ફરિયાદ કરી હતી.
પોસીલમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનમાં રહેલા સીસીટીવી ચેક કરતા આ બાળકીને એક મહિલા ઉપાડી લઇ જતા જાેવા મળી હતી. આથી પોસીસે આ મહિલા ઓળખ કરી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. લાંબી પૂછતાજ કરવામાં આવતા આખરે આ મહિલા છેલ્લા ૨૫ દિવસથી બારડોલી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યા એક ટીમ મોકલી બાળકી છોડાવી તેનું અપહરણ કરનાર મહિલા ધરપકડ કરી હતી. અને આ દિશામાં આગળની વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ મહિલા સાથે અન્ય એક યુવકની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે સાથે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ લોકો દ્વારા શા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. આ લોકો ભૂતકાળ આવી ઘટનામાં સંડોવાયેલ છે કેમ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા બાળકીને તેના પિતાને સોપવામાં આવી છે. આ સાથે જ શહેરમાં આવા બનાવો ન બને તે માટે સુરત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે.