સિટી સ્કેન મશીનમાં ઈન્જેક્શનના ઓવરડોઝથી બાળકીનું મોત થયું
સુરત, સુરતમાં ફરી એકવાર બેદરકારીથી માસુમ બાળકીનું મોત નિપજ્યાનો આક્ષેપ થયો છે. સુરતમાં ૬ વર્ષની બાળકીનું સિટીસ્કેન કરતી વખતે અચાનક મશીનમાં જ બેભાન થયા બાદ બાળકીનું મોત નિપજ્યું છે. ભરૂચથી સુરતની ખાનગી હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
૬ વર્ષની બાળકીનું સિનર્જી ઈમેજીન સિટીસ્કેન સેન્ટરમાં લઈ જવાઈ હતી, જ્યાં તેનું મોત નિપજ્યુ હતું. આ એક ગંભીર ઘટના છે. ભરૂચના સીતાપોણ ગામમાં રહેતા ઈમરાનભાઈ પટેલ પ્લમ્બીંગનું કામ કરે છે. તેમની ૬ વર્ષની દીકરી સફાને કાનમાં સાંભળવાની તકલીક હતી. તેથી તેને સુરતની શ્રૃતિ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યા તપાસ બાદ તેને સિનર્જી ઈમેજિન સિટી સ્કેનમાં લઈ જવાઈ હતી.
સિટી સ્કેન કરતા સમયે સફા મશીનમાં જ બેફાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ પ્રાથમિક માહિતી મુજબ, સિટી કરતા સમયે સફાને અપાયેલા ઈન્જેક્શનના ઓવરડોઝને કારણે તેની તબિયત લથડી હોવાનું કહેવાય છે.
આ અંગે પરિવારજનોએ અઠવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો કે, હોસ્પિટલની બેદરકારીને કારણે દીકરીનું મોત નિપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાંથી જણાવાયું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કોઝ ઓફ ડેથ સ્પષ્ટ થશે.
પરિવારના આક્ષેપ બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. રિપોર્ટ બાદ જો હાઈ ડોઝના કારણે મોત થયુ હશેતો ગુનો નોંધાશે. પરિવારે કહ્યું કે, સિનર્જીના સ્ટાફે ઈન્જેક્શન આપવા ભૂલ કરી હતી. પહેલા ઈન્જેક્શન આપીને બહાર કઢાયુ હતું. અને ફરી બીજું ઈન્જેક્શન અપાયુ હતું. જ્યા મારી દીકરી બેભાન થઈ ગઈ હતી. સિટી સ્કેનનો સ્ટાફ અમને જાણ કર્યા વગર જાતે તેને સ્કેન કરાવવા લઈ ગયો હતો.SS1MS