વડોદરામાં શ્વાનને બિસ્કીટ ખવડાવતી યુવતીને કાર ચાલકે કચડી!
વડોદરા, રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. બેફામ ડ્રાઈવિંગને લીધે જીવનું જાેખમ વધી રહ્યું છે. જ્યારે વડોદરામાં કારે ચાલકે એક યુવતીને કચડી નાંખી હોવાની ઘટના સામે આવી છે. શ્વાનને બિસ્કીટ ખવડાવતી યુવતીને કારે કચડી હતી. જ્યારે આ ઘટનામાં ઘાયલ યુવતીનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઉપરાંત આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરાના ભાયલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં શ્વાનને બિસ્કીટ ખવડાવતી યુવતીને કાર ચાલકે કચડી નાંખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે ગેટમાંથી બહાર આવી રહેલી કાર યુવતી પર ચડી જાય છે. ગેટની બહાર એક યુવતી શ્વાનને બિસ્કીટ ખવડાવતી દેખાય છે.
આ જ સમયે ગેટમાંથી બહાર નીકળી રહેલી કાર યુવતીને કચડી નાંખે છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવે છે. જ્યારે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આવી જ એક ઘટના ગઇકાલે સુરતમાં બની હતી. સુરતમાં બેફામ દોડતી કારના ચાલકે ચારથી પાંચ જેટલા લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે કાર ચાલકને લોકોએ ઝડપી પોલીસના હવાલે કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, કારનો ચાલક દારૂના નશામાં ધૂત હતો. જેના કારણે અકસ્માતની આ ઘટના બની હતી. જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં બેફામ દોડતી ફોર વ્હીલ કારના ચાલકે ચારથી પાંચ જેટલા લોકોને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી. ઉમરા પોલીસ મથક અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અઠવા વિસ્તારમાં આવેલ આદર્શ પછાત સોસાયટીમાં પૂરપાટ ઝડપે દોડી આવેલી કારના ચાલકે મનપાના બે સફાઈ કર્મચારી સહિત ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. ઘટના બનતાની સાથે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.SS1MS