ઝઘડીયાના બલેશ્વર ગામની દીકરી ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિક્રેટમાં ઝળકી
(પ્રતિનિધિ) ભરૂચ, ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનકક્ષાએ ઈન્ટરસ્ટેટ કિકેટની ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.પુરા ભારતમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટરસ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાઈ છે.હાલમાં,ઈન્ટરસ્ટેટ કિક્રેટની મેચ ભારતના હૈદરાબાદ ખાતે રમાઈ હતી.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું.
આ ઈનીંગ દરમ્યાન ઝઘડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ ૧૦માં સમાવેશ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી હતી.આ ટોપ ૧૦ ખેલાડીની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.મુસ્કાન વસાવા અંડર ૧૬ થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે.આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી- ૨૦ માં સિલેક્શન થયું હતું.ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી.