Western Times News

Gujarati News

ગુજરાત સરકારના પ્રયાસોથી પોર્ટુગલમાં ફસાયેલી વડોદરાની યુવતી પરત ફરી

(એજન્સી)વડોદરા, રાજ્ય સરકારના પ્રયાસને પગલે પોર્ટુગલમાં ફસાયેલા વડોદરાની જિનલ વર્મા હેમખેમ રીતે ગુજરાત પરત ફરી છે. સરકારની મદદથી જિનલ વર્મા ગુજરાત સહીસલામત પહોચતા તેમને વીડિયો સંદેશ મારફતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના અંગત સચિવ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે જિનલ વર્મા તેના પતિ સાથે પોર્ટુગલમાં વસવાટ કરતા હતા. આ દરમિયાન પતિ દ્વારા માનસિક-શારીરિક હેરાનગતી કરાતી હતી. એટલું જ નહીં આરોપી પતિએ જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હોવાની રાવ ઉઠી હતી અને જિનલ વર્મા પોર્ટુગલમાં રાહુલ વર્માની નજરકેદમાં હતા.

પોતે ખૂબ મુશ્કેલીમાં હોવાની જિનલે પોતાના પિતાને જાણ કરી હતી. બાદમાં તેણીના પિતા દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી જિનલને પરત વતન લાવવા ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ માંગ ઉઠાવી હતી. જેને લઈને સરકારે બાબતની ગંભીરતાને ધ્યાને લઈને તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી.

રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ગૃહ અને એનઆરજીના નેતૃત્વ હેઠળ આ અંગેની અરજી પોર્ટુગલ ખાતે આવેલી ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી કરવાના હેતુસર મોકલવામાં આવી હતી.

ત્યારબાદ પોર્ટુગલ ખાતેની ભારતની એલચી કચેરીએ આ મામલે હકારાત્મક દાખવી તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જેની રજૂઆતના યશપરિણામ સ્વરૂપે દીકરી ઘરે પરત ફરી છે. આથી પરિવારમાં પણ હર્ષનો દરિયો ઉભરાયો હતો અને લાગણીસભર દ્રશ્યો જાેવા મળ્યા હતાં. જેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.