વડોદરામાં કચરાની ગાડીએ બાળકીનો લીધો ભોગ
રિવર્સ લેતા કચડી નાંખી
કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-૨ પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકાર્યુ હતુ
વડોદરા, શહેરમાં વધુ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરમાં કચરો લેવા આવનારી ગાડીએ માસૂમ બાળકી નેન્સી દેવીરાજનો ભોગ લીધો છે. જેના કારણે પરિવાર સહિત સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે. લોકો આરોપીની ધરપકડની માગ કરી રહ્યા છે. આ અક્સાત બે દિવસ પહેલા શહેરના જલારામનગર પાસે બની હતી. આ માસૂમનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. A girl was killed by a garbage truck in Vadodara
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરો લેવા આવનારી ગાડીના ચાલકે બે દિવસ પહેલા ચાર વર્ષની બાળકી નેન્સી દેવીરાજને કચડી નાખી હતી. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જે બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોતાની વ્હાલસોયીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-૨ પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકાર્યુ હતુ. જેમા ગાડીને રિવર્સ લેતી વખતે ચાર વર્ષની બાળકી નેન્સી દેવીરાજને કચડી નાંખી હતી. જે બાદ ઘટના સ્થળે રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ અંગે પરિવારજને વ્યથા જણાવતા કહ્યુ કે, ગઇકાલે સવારે આઠ-સવા આઠની આસપાસ કચરાની ગાડી આવી હતી.
આ દરમિયાન નેન્સી ત્યાં રમી રહી હતી. કચરાની ગાડીએ તેને કચડી નાંખી હતી. જે બાદ માસૂમને વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં તેનો હાથ કાપવાની વાત કરી અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. પરિવારજનોની એક જ માંગ છે કે, બાળકીને કચડી નાંખનાર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવે.ss1