રાણ ગામે રમતા રમતા બોરવેલમાં ખાબકી બાળકી
દ્વારકા, બોરમાં બાળકી ફસાતાં બાળકીની રેસ્ક્યુ કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે. આ ટીમ અત્યાધુનિક સાધનો સાથે રેસ્ક્યુમાં જાેડાશે. તો વડોદરાના જરોદ ખાતે પણ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. જાે જરૂર જણાશે તો રાજ્ય સરકારની સૂચના બાદ હવાઈ માર્ગે આ ટીમ પહોંચી શકે છે.
દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં બાળકી બોરમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. અઢી વર્ષની બાળકી ફળીયામાં રમતા રમતા બોરમાં પડી ગઈ હતી. હાલ દ્વારકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બાળકીને બચાવવા માટે આર્મી અને એનડીઆરએફની ટીમને પણ મદદે બોલાવવામાં આવી છે.
તો ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત છે. બોરમાં ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.૮ ઈંચ પહોળાઈ અને આશરે ૩૦ ફૂટની ઉંડાઈ ધરાવતા બોરમાં બાળકી ફસાતાં બાળકીની રેસ્ક્યુ કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે.
આ ટીમ અત્યાધુનિક સાધનો સાથે રેસ્ક્યુમાં જાેડાશે. તો વડોદરાના જરોદ ખાતે પણ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. જાે જરૂર જણાશે તો રાજ્ય સરકારની સૂચના બાદ હવાઈ માર્ગે આ ટીમ પહોંચી શકે છે. SS3SS