Western Times News

Gujarati News

કારખાના પાસે પ્લાસ્ટિકની કોથળીમાં બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર

પ્રતિકાત્મક

બાળકી સાંજે ૫ વાગ્યાની આસપાસ રમવા માટે ગઈ હતીઃ એક શખસ ચોકલેટની લાલચે બાળકીને લઈ ગયો

રાજકોટ,  શહેરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની અઢી વર્ષની દીકરી બુધવારે સાંજથી ગુમ થઈ ગઈ હતી. જાેકે મોડી રાત્રે પ્લાસ્ટિક બેગમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં પ્રાથમિક તપાસ પર નજર કરીએ તો બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. A girl’s body was found in a plastic bag near the factory

અત્યારે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જાેકે આ હત્યા પાછળની ઘટના હૃદય કંપવી દેશે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર વિગતે નોંધ લઈએ

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેતપુરમાં બિહારનો વતની પંકજ દોઢ મહિનાથી અહીં રહે છે. તે અહીં કારખાનમાં કામ કરી રહ્યો છે. જાેકે રામનવમીની રજા હોવાથી તે પોતાના પરિવાર સાથે ઘરે જ હતો. તેની દીકરી આ સમયે લગભગ સાંજે ૫ વાગ્યાની આસપાસ રમવા માટે ગઈ હતી. જાેકે ઘણા કલાકો વિતી ગયા પરંતુ તે પરત ન ફરતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારે ત્યારપછી એની તપાસ કરવા માટે તજવીજ હાથ ધરી દીધી હતી.

વિગતો પ્રમાણે જાેવા જઈએ તો પરિવારે આસપાસ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે ક્યાંય ન મળતા છેવટે પોલીસ સ્ટેશને તેઓ પહોંચ્યા હતા. પોલીસે પણ આ મામલાની ગંભીરતા સમજીને વધુ તપાસ હાથ ધરી દીધી હતી. વળી બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં સીસીટીવી કેમેરા પણ ચેક કરાયા હતા.

પોલીસે જેવું સીસીટીવી ફૂટેજ ચકાસ્યું તો સામે આવ્યું કે એક શખસ બાળકીને ઉંચકીને ક્યાંક લઈ જઈ રહ્યો છે. પોલીસે આ બિહારી શખસની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી દીધી હતી. પોલીસે તેની ધરપકડ કરતા ભાંડો ફૂટ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે તે ચોકલેટની લાલચ આપી છોકરીને લઈ ગયો હતો.

પોલીસને રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે જાેવાજઈએ તો આની સાથે દુષ્કર્મ થયું હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્યારે પોસ્ટ મોર્ટમ અર્થે બાળકીને ખસેડી દેવામાં આવી છે. મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. તથા આ મૃતદેહ પણ કારખાના પાસે પ્લાસ્ટિકની કોથળીમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે દુષ્કર્મ થયું છે કે નહીં એ પોસ્ટ મોર્ટમ પછી જ સામે આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.