Western Times News

Gujarati News

મોડાસામાં “કન્યા કૌશલ્ય શિબિર” યોજાઈ

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાન્તિકુંજ હરિદ્વાર પ્રેરિત કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ચાલી રહેલ છે. જે સંદર્ભે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ૧૫ સપ્ટેમ્બર રવિવારે ૧૪ થી ૨૬ વર્ષ વચ્ચેની ઉંમરની દિકરીઓ માટે ‘કન્યા-કૌશલ્ય શિબિર’નું આયોજન કર્યું.

કિશોરાવસ્થામાં જીવનશૈલી, સાચું શાસ્વત સૌંદર્ય અને ફેશન, કન્યાઓની સ્વ-સુરક્ષા જેવાં વિષયોથી અવગત કરાવવા આ શિબિરનો ઉદ્દેશ રહ્યો.

ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ અને મંત્રી કાન્તિભાઈ ચૌહાણે દિપ પ્રજ્વલિત કરી શુભારંભ કર્યો. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ સ્ત્રીઓના જીવનમાં યોગ્ય રસ્તે ઢાળવાની ઉત્તમ ઉંમર આ ૧૪ થી ૨૬ વર્ષની કન્યા છે. જે આ અવસ્થામાં દિકરીઓને સાચો રાહ ચિંધવો જોઈએ.

જે આ શિબિરનું મહત્વ સમજાવતા સૌનું સ્વાગત ઉદ્બોધન કર્યું. કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલે પ્રેઝન્ટેશન તેમજ અનેક ઉદાહરણો આપી કન્યાઓની જીવનશૈલી પર પ્રકાશ પાડ્‌યો.

કરાટે ફેડરેશન ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ જુજારસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહી કન્યાઓને સ્વ- સુરક્ષા માટે પ્રેક્ટિકલ તેમજ થિયરીકલ માહિતી આપી. કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ટીમના મધુબેન પ્રજાપતિ, સંગીતાબેન પટેલ અને હેમંતભાઈ પટેલે અલગ અલગ પ્રેઝન્ટેશનથી કન્યાઓને આજના માહોલમાં સક્ષમ બનવા માહિતગાર કરી.

કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ટીમના અરવલ્લી જીલ્લાના સહ સંયોજક પંકજભાઈ પ્રજાપતિએ મંચ સંચાલન કર્યુ. અરવિંદભાઈ કંસારાએ સંગીત તેમજ સાઉન્ડ ટેક્નિકલ સંચાલન કર્યું. આ શિબિરમાં મોડાસા તેમજ આસપાસના ગામોની ૨૪૦ કન્યાઓએ સહભાગી થવા અગાઉની રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભાગ લેનાર સૌ કન્યાઓને આ એક દિવસીય શિબિર કર્યાનું પ્રમાણપત્ર આપી શિબિરનું સમાપન થયું.

વિશેષમાં રશ્મિભાઈ પંડ્‌યા, અમૃતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, મયંકભાઈ પંડ્‌યા, અમિતાબેન પ્રજાપતિ, મંજુલાબેન ચૌહાણ, કિરણબેન ભાવસાર સહિત અનેક પરિજનોએ ઉપસ્થિત રહી શિબિરની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.