Western Times News

Gujarati News

ફરતા પશુ દવાખાના દ્વારા બકરીના બચ્ચાનો જીવ બચાવાયો

વડોદરા, રાજ્યના પશુપાલન વિભાગ અને  EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી વડોદરા જિલ્લામાં  દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં  આવ્યા છે.જે ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓની નિશુલ્ક સારવાર કરી આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.

કરજણમાં જલારામ વિસ્તારમાં રહેતા શબિનાબેન શેખના બકરીના બચ્ચાનો અકસ્માત થતા ૧૯૬૨ પર કોલ કર્યો હતો. કોલ મળતા તુરંત જ MVD કરમડીના ડો.મેઘાબેન તથા તેમના પાયલોટ કમ ડ્રેસર રણજીતભાઈ ઘટના સ્થળે પહોંચી પશુનું નિરીક્ષણ કરતા આગળના જમણા પગે ફ્રેકચર અને બીજી શારીરિક ઈજાઓ જોવા મળી હતી.

બકરીનું બચ્યું ખૂબ જ કણસતી હાલત હોવાથી ઉભુ થવામાં પણ  અસક્ષમ હતું.પશુ ચિકિત્સકે  પશુને  ઘુટણના નીચેના હાડકામાં ફ્રેકચર થતાં ત્યાં પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધી બચ્ચાની સારવાર, ડ્રેસિંગ કરી તેને જરૂરી એન્ટીબાયોટિક તથા દુખાવાના ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા.

એકાદ કલાકની મહેનતના ફળસ્વરૂપ સ્થિતિમાં સુધાર આવતા બચ્ચાએ રાહત અનુભવી હતી. આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી જેઓએ ૧૯૬૨ કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI GREEN HEALTH SERVICES ની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી.વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડો.રવિ રિંકે ટીમની પ્રશંસા કરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.