આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

૮૯ તાલીમાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર અપાયા
(પ્રતિનિધી) ભરૂચ, આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આજ રોજ પદવી દાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલીમાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આમોદની તાલીમ સંસ્થામાં વિવિધ તાલીમી ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.પદવી દાન સમારંભમાં પધારેલા મહેમાનો ડી.કે.સ્વામી.આમોદ નગરપાલિકા કારોબારી ચેરમેન બીજલ ભરવાડ,ગેરીશન પોલીસેક્સ પ્રા.લીના મેનેજર કમલેશ પટેલ,
કાંકરિયા ગામના સરપંચ મનીષાબેન ઠાકોર સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ આવેલા મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી તાલીમાર્થી વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.આમોદની આઈ.ટી.આઈ માં ૩૪૧ તાલીમાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે.
જેમાં સાત પ્રકારના ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જેમાંથી ૮૯ તાલીમાર્થીઓને મહેમાનોના હસ્તે કોપા, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, ફીટર ના ટ્રેડ ધરાવનારને એન.સી.વી.ટી. (NCVT) પ્રમાણપત્ર તથા મેડલ આપવામાં આવ્યા હતા.
તાલીમી સંસ્થાના આચાર્ય કે.સી.કાછડીયાએ ઉપસ્થિત લોકોને સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ટ્રેડ વિશે માહિતી આપી હતી.તેમજ રોજગારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાષ્ટ્રગાન ગાયા બાદ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.