ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ભવ્ય જીલ્લા રેલી દેવની મોરી ખાતે યોજાઇ
પ્રતિનિધિ.મોડાસા, ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાની ‘જિલ્લા રેલી’ શામળાજી ખાતેના દેવની મારી મુકામે વન અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે ખૂબ સુંદર મેશ્વો નદીના ડેમના સાનિધ્યમાં સાબરકાંઠા જિલ્લા ચીફકમિશનર અતુલભાઇ દીક્ષીત અને અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર સંગીતાબેન સોની ના સાનિધ્યમાં યોજાઈ. બંને જિલ્લામાંથી મોટી સંખ્યામાં સ્કાઉટ, ગાઈડ, રેંજર, કબ, બુલબુલ જાેડાયા. જિલ્લા રેલીમાં હિમાલય વુડબેજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એડવેન્ચર, મંકી બ્રિજ, વિવિધ જાતના સ્કીલ, માર્ચ પાસ્ટ, દોરડા પર ચાલવું, વગેરે વિવિધ ગાંઠોનું વિસ્તાર પૂર્વક પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી અને તંબુઓ ને વિવિધ રીતે શણગાર કરેલ. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે કેમ્પની મુલાકાત લઇ જણાવ્યું કે સ્કાઉટ ગાઈડ દ્વારા બાળકોને રાષ્ટ્ર ના ઘડતરમાં સારા સંસ્કારો આપવામાં આવે છે. તેમની સાથે જિલ્લા પંચાયતના દંડક હિરેનભાઈ અસારી, ભાજપ ઉદ્યોગસેલ કન્વીનર બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ પ્રફુલભાઈ વ્યાસ, બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમુખ મનોજભાઈ પુરોહિત જાેડાયા હતા .
વન વિભાગ દ્વારા વન ભ્રમણ કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ અને ગાઈડને વનમાં ઉગતી વનસ્પતિઓ સાપ અને જંગલી પ્રાણીઓ વિશે ખૂબ સુંદર જ્ઞાન આપવામાં આવ્યુ હતુ. અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિહજી ચૌહાણ તેમજ ભાજપના પૂર્વ પ્રમુખ અને શામળાજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રણવીર સિંહ ડાભી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી બાળકોને તમામ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું અને સ્કાઉટ ના આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમની સાથે શામળાજી મંદિરના ટ્રસ્ટી બચુભાઈ કટારા, ટ્રસ્ટી અનિલભાઈ પટેલ જાેડાયા હતા બીજા દિવસનું ભોજન શામળાજી મંદિર તરફથી વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું હતું તેમાં શામળાજી મંદિરના વોઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ દોશી તેમજ મેનેજર કનુભાઈ પટેલે ખૂબ સુંદર સાથ અને સહકાર આપ્યો હતો. દેવનીમોરી ના રહીશ ભગીરથસિંહ જાડેજા તથા તેમના પરિવારે બાળકોને એકબીજા સ્થાને લઈ જવા માટે વાહનની સગવડ તેમજ બીજી કોઈ પણ તકલીફ ન પડે તે બાબતની ખડેપગે ઊભા રહી ધ્યાન રાખ્યું હતું.
જીલ્લા રેલીમાં ઉપપ્રમુખ પ્રશાંતભાઈ વ્યાસ ,સાબરકાંઠા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, અરવલ્લી સ્કાઉટ કમિશનર નરોત્તમભાઈ પટેલ, ટ્રેનિંગ કમિશનર વિષ્ણુભાઈ સોલંકી, રેંજર કમિશનર સોનલબેન ડામોર, નીપુર્ણાબેન, જીવાભાઈ ઓર્ગેનાઇઝીગ કમિશનર બીપીનભાઈ તબિયાડ, નીલમબેન નાઈ વગેરે શિક્ષકો જાેડાયા હતા જ્યારે ભાજપના આગેવાન સંજયભાઈ પટેલ, હિમાંશુ વ્યાસ, મુસ્લિમ આગેવાન બાબુભાઈ, સાયકલ સ્ટોર ના માલિક બાબુભાઈ વગેરે મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. શામળાજી સિવિલ હોસ્પિટલ પ્રશાસક શ્રી કપિલભાઈ વ્યાસે ઉદઘાટન સમારંભમાં હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા.