બાયડ તાલુકાના ચોઈલા ગામમાં શ્રી પ્રણામી મંદિરમાં ભવ્ય સાપ્તાહિક મહોત્સવ યોજાઈ રહ્યો છે
(પ્રતિનિધિ)બાયડ બાયડ તાલુકાના ચોઇલા ગામમાં શ્રી પ્રણામી મંદિરમાં ભવ્ય સાપ્તાહિક મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં સાત દિવસના મહોત્સવમાં રોજે રોજ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…પ્રથમ દિવસે ગુરુ પૂજન, શોભાયાત્રા અને શ્રી પારાયણનો પ્રારંભ થયો હતો.
શોભાયાભામાં ગામના યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા..મહોત્સવના પ્રથમ દિવસે જામનગરના જગદૂગુરૂ આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ હાજર રહ્યા હતા..દરરોજ રાત્રે ભજન અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે…અને મહોત્સવમાં ભાગ લેતા ભક્તોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવશે….૨૪ તારીખે મહોત્સવની પૂર્ણાહિત યોજાશે…મહોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણી અને સુન્દિરસાથ સહિત મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા આવી રહ્યા છે.