ખેડામાં નજીવી બાબતે ત્રણ યુવકે 50 વર્ષની મહિલાને ફટકારી
અમદાવાદ, ખેડાના ઠાસરા તાલુકાના ધુનાદરા ગામમાં એક ખુલ્લા મેદાનમાં ત્રણ યુવકોએ એક ૫૦ વર્ષીય મહિલાને કુદરતી હાજતે જતા રોક્યા હતા. જેનાથી મારપીટ થઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સંબંધમાં રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.A group clash took place in Kheda
ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારની સાંજે ભાનુ તલપડા ગામના ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે જવા માટે સૂર્યાસ્ત થાય એની રાહ જાેઈ રહ્યા હતા. જ્યારે તેઓ આ ખુલ્લા મેદાનમાં પહોંચ્યા ત્યારે ત્યાં ગામના ત્રણ ભાઈઓ નજીકમાં ક્રિકેટ રમી રહ્યા હતા.
આ ત્રણેય ભાઈઓ તેમની સાથે માથાકૂટ કરતા મામલો વણસ્યો હતો. ભાનુ તલપડાએ ત્રણેય ભાઈઓને બીજે ક્યાંક રમવા માટે કહ્યું હતું, પરંતુ અતુલ, ગૌતમ અને જયેશ તલપડાએ મેદાનમાંથી બહાર જવાનો ઈનકાર કર્યો હતો.
એટલું જ નહીં તેઓએ આ મહિલા સાથે દુર્વ્યવહાર પણ કર્યો અને મહિલાને ત્યાંથી ભગાડી દીધી હતી, એવું ખેડા પોલીસે જણાવ્યું હતું. એ પછી મહિલા પોતાના ઘરે આવ્યા હતા અને પરિવારને બનાવની જાણ કરી હતી. જે બાદ મહિલાના સંબંધીઓએ ત્રણેય યુવકોના પરિવારને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હતુ.
ભાનુ તલપડાના ભત્રીજા વિક્રમ અને મનહર પોતાના ભત્રીજા દિલીપ અને પિતરાઈ પારુલ સાથે ત્રણેય યુવકોના પિતા ચિમન સાથે વાતચીત કરવા માટે ગયા હતા. એ સમયે વિક્રમે ચિમનને જણાવ્યું કે, તેમના દીકરાઓએ તેમની કાકીને ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે જતા રોક્યા હતા, કારણ કે તેઓ ત્યાં ક્રિકેટ રમવા માગતા હતા.
આ વાત સાંભળીને ચિમન ઉશ્કેરાઈ ગયો હતો અને વિક્રમના પરિવારને અપશબ્દો કહ્યા હતા. બાદમાં ચિમનના પરિવારના ૧૦ સભ્યો લાકડીઓ અને દંડા લઈને આવ્યા હતા. એ પછી તેઓએ વિક્રમ અને તેના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો.
આ હુમલા બાદ વિક્રમ, મનહર, દિલીપ અને પારુલને કેટલીક ગંભીર ઈજાઓ પહોંચી હતી અને એ સમયે ગામના લોકોએ તેમને બચાવી લીધા હતા.
બાદમાં ઈજાગ્રસ્ત લોકોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વિક્રમની ફરિયાદના આધારે ડાકોર પોલીસે ચિમન, તેના ત્રણ પુત્રો અને અન્ય છ લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગંભીર ઈજાઓ પહોંચાડવી, ગેરકાયદે રીતે ભેગા થવા અને રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS