Western Times News

Gujarati News

ધનસુરા ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધી) બાયડ, ધનસુરાની શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ નિમિત્તે આર.ટી.ઓ કચેરી મોડાસા અને ધનસુરા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં આર.ટી.ઓ કચેરી મોડાસાના શ્રી મહેશ્વરી સાહેબ અને ધનસુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન ડાભાણી. એ.એસ.આઇ ભરતભાઈ એચ.સી સિધ્ધરાજસિંહ સહિત પોલીસ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સુપરવાઇઝર અશોકભાઈ જે પટેલે સૌનું સ્વાગત કરી માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમનો હેતુ રજૂ કર્યો હતો. ત્યારબાદ આર.ટી.ઓ. કચેરીમાંથી ઉપસ્થિત મહેશ્વરી સાહેબે ટ્રાફિકના નિયમોની ઝાંખી સભા સમક્ષ રજૂ કરી હતી.

સમારંભ અધ્યક્ષ અને શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દેસાઈએ માર્ગ સુરક્ષા માટે વિદ્યાર્થી ભાઈ બહેનોમાં જાગૃતતા લાવવા પોતાની માર્મિક અને ભાવવહી શૈલીમાં ઉદબોધન કર્યું હતું શાળાના શિક્ષક શ્રી રોહિતભાઈ પટેલે પણ વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાની વાતો પોતાના લાગણીસભર શબ્દોમાં રજૂ કરી હતી અને સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.